IND vs SL : કોલંબો ટેસ્ટ જીતવા બદલ ભારતને પુરસ્કાર મળશે, પરંતુ ઓસ્ટ્રેલિયા પણ તેમાં સાથ આપશે

ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ગોલમાં પહેલી ટેસ્ટ મેચમાં જીતી શાનદાર શરુઆત કરી પરંતુ તેનો પડકાર હજુ પૂર્ણ થયો નથી. આ પડકાર માત્ર સીરિઝમાં જીતવાનો નહી પરંતુ WTC ફાઈનલમાં પહોંચવાનો છે.

IND vs SL :  કોલંબો ટેસ્ટ જીતવા બદલ ભારતને પુરસ્કાર મળશે, પરંતુ ઓસ્ટ્રેલિયા પણ તેમાં સાથ આપશે
| Updated on: Aug 23, 2026 | 9:48 AM

ટેસ્ટ ક્રિકેટમાં સતત નિષ્ફળતાઓ વચ્ચે, ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર વાપસીનો આનંદ માણી રહી હોય તેવું લાગે છે. ગાલેમાં શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં હરાવ્યા પછી, ભારતીય ટીમ વધુ સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે. શુભમન ગિલના નેતૃત્વમાં, ટીમ પાસે હવે સીરિઝ જીતવાની તક છે, જેના માટે તેઓ કોલંબોમાં બીજી ટેસ્ટ રમશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતે છે, તો તેને સીરિઝની સાથે એક નાનું પણ નોંધપાત્ર ઈનામ મળશે. તેને ફક્ત ઓસ્ટ્રેલિયાના સમર્થનની જરૂર છે. આ ઈનામ WTC પોઈન્ટ ટેબલમાં એક ઉછાળો છે.

કોલંબોની સાથે મૈકે ઉપર નજર

ગત્ત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવામાં અસફળ રહેલી ભારતીય ટીમ માટે આ વખતે ફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ જોવા મળી રહ્યો છે. ગોલ ટેસ્ટમાં મળેલી જીતે થોડી આશા વધારી છે પરંતુ હજુ લાંબી સફર પાર કરવાની છે. આ સફરમાં ટીમ ઈન્ડિયાને કોલંબો ટેસ્ટ જીતવાની જરુર છે. અહીથી થોડો ફાયદો થશે. પરંતુ ફાયદો ત્યારે થશે. જ્યારે ટીમ કોલંબોથી હજારો કિલોમીટર દુર મૈકેમાં ઓસ્ટ્રેલિયા પણ મદદ કરે.

ભારત-શ્રીલંકા ટેસ્ટના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મૈકેમાં બીજી ટેસ્ટ મેચ શરુ થઈ ગઈ છે. બાંગ્લાદેશે આ સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દુનિયાને ચોંકાવી દીધું છે પરંતુ બાંગ્લાદેશે માત્ર હરાવ્યું નથી પરંતુ ચોથા સ્થાન પર પોતાની પકડ મજબુત કરી છે. આ કરાણ છે કે, ગોલમાં ટીમ ઈન્ડિયાની જીત છતાં ભારતીય ટીમ પાંચમાં સ્થાને રહી હતી.

WTC પોઈન્ટ ટેબલનું ગણિત કેવી રીતે બદલાશે?

કોલંબો અને મૈકેના પરિણામથી આ સ્થિતિ સંપૂર્ણ રીતે બદલી શકે છે. ટીમ ઈન્ડિયા જો કોલંબોમાં બીજી ટેસ્ટ મેચ જીતે છે. તો તેના પોઈન્ટ ટેબલમાં સુધારો થશે. ટીમ ઈન્ડિયા હાલમાં 53.33 PCT પર છે. જે 57.57 PCT થઈ જશે. જો આ દરમિયાન ઓસ્ટ્રેલિયા પણ બીજી ટેસ્ટ મેચમાં જીતે છે. તો બાંગ્લાદેશ (66.67)નો PCT ઘટીને 55.55 થઈ જશે. ત્યારે ભારતીય ટીમ પાંચમાં સ્થાનેથી ચોથા સ્થાન અને બાંગ્લાદેશ ચોથા સ્થાનેથી પાંચમાં સ્થાને આવી જશે.

હવે વાત એના પર નિર્ભર કરે છે કે, શું ઓસ્ટ્રેલિયા પાસેથી મદદ મળી શકશે? મૈકે ટેસ્ટનો પહેલા દિવસ જે રીતે પસાર થયો. તેનાથી સંકેત મળ્યો કે, કદાચ ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ મેચ જીતી જશે. આ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને માત્ર 64 રનથી ઓલઆઉટ કર્યું હતુ. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પણ 8 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. પરંતુ આ પહેલી ઈનિગ્સમાં 101 રનની લીડ મળી ચૂકી છે. જેનાથી બીજા દિવસે વધારે થવાની આશા છે. હવે બાંગ્લાદેશ અહીથી વાપી કરે છે કે નહી તે જોવાનું રહેશે.

 

પિતાએ ભારત માટે 55 ટેસ્ટ રમી, દીકરો હંમેશા ચર્ચામાં રહ્યો, જુઓ પૂર્વ ક્રિકેટરનો પરિવાર  અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.