WTC Final: વિશ્વ ચેમ્પિયનશીપ હારવા બાદ વિરાટ કોહલીનો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ આ માંગ પુરી નથી કરાઇ

|

Jun 24, 2021 | 11:37 AM

ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) માં નિષ્ફળ રહી. તેની હારના કારણો શોધવાની શરુઆત પરિણામ સાથે જ થઇ હતી. છેલ્લા બે વર્ષથી ટીમ ઇન્ડીયા (Team India) મહેનત કરી રહી હતી. જોકે હવે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણી પર ફોકસ કરવાનુ છે. જોકે વિરાટ કોહલી (Virat Kohli) એ તેને લઇ કહ્યુ તે ચોંકાવનારુ છે.

WTC Final: વિશ્વ ચેમ્પિયનશીપ હારવા બાદ વિરાટ કોહલીનો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ આ માંગ પુરી નથી કરાઇ
Virat Kohli

Follow us on

ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) માં નિષ્ફળ રહી. તેની હારના કારણો શોધવાની શરુઆત પરિણામ સાથે જ થઇ હતી. છેલ્લા બે વર્ષ થી ટીમ ઇન્ડીયા (Team India) મહેનત કરી રહી હતી, જેની પર પાણી ફરી વળ્યુ. કારણ કે અંતમાં ઝાકમઝોળ તેની જ રહે છે, જેના માથે તાજ હોય. જે તાજ હાલમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ને માથે સજી ચુક્યો છે. જો કે હવે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણી પર ફોકસ કરવાનુ છે. જોકે વિરાટ કોહલી (Virat Kohli) એ તેને લઇ કહ્યુ તે ચોંકાવનારુ છે.

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝ શરુ થવાને હજુ દોઢેક માસનો સમય બાકી છે. 5 ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ 4 ઓગષ્ટે રમાનાર છે. આવામાં પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલીથી સવાલ થયો હતો, કે તેમની ટીમ ઇંગ્લેન્ડ સામે સિરીઝ પહેલા કાઉન્ટી મેચ રમશે ? આ સવાલના જવાબ પર ભારતીય ટીમના કેપ્ટન કોહલીનો જવાબ થોડો આશ્વર્યજનક રહ્યો. કારણ કે તેનો જવાબ સાંભળીને લાગે છે તે, ઇંગ્લેન્ડમાં તેમની માંગને પુરી કરવામાં નથી આવી.

વિરાટ કોહલી એ કહ્યુ હતુ કે, તેની અમને ખબર નથી. તે અમારી પર નિર્ભર નથી કરતુ હોતુ. અમે ફર્સ્ટ ક્લાસ મેચોની માંગ કરી હતી. જોકે તે અમેને ઉપલબ્ધ કરાવવામા આવી નહોતી. મને નથી ખબર કે કારણ શુ છે ? અમારી પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે પૂરતો સમય હતો. અમારી પૂરી ટીમ આ માટે તૈયાર હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટીમ ઇન્ડીયા ઇંગ્લેન્ડ પ્રવાસ 87 દિવસો માટે કરી રહી છે. જેમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ના દિવસો વિતી ચુક્યા છે. આવામાં લાગી રહ્યુ છે કે, ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતરતા પહેલા અભ્યાસ મેચ રમશે. પરંતુ વિરાટ કોહલીને સાંભળવા બાદ હવે આવી કોઇ પણ પ્રેકટીશ મેચની આશા ધૂંધળી લાગી રહી છે. જો કે હવે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ સમાપ્ત થઇ ચુકી છે.

ત્રણ સપ્તાહની રજાઓ ગાળશે ટીમ

ફાઇનલ મેચના સમાપન સાથે હવે ભારતીય ટીમનો બાયોબબલમાં થી મુક્તિનો સમય છે. ટીમ ઇન્ડીયા સાઉથમ્પટનમાં આઇસીસીના બાયોબબલ થી મુક્ત થશે. મીડિયા રિપોર્ટસ મુજબ ભારતીય ટીમ હવે 3 સપ્તાહ સુધી ઇંગ્લેન્ડમાં રજાઓ મનાવશે. ત્યાર બાદ ફરી વાર ટીમ નોટીંધમમાં એકઠી થશે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝને લઇને પોતાની તૈયારીઓની શરુઆત એ સાથે જ કરશે.

ફાઇનલ નો ગમ ભૂલાવવાનો મોકો

ભારતીય ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ગુમાવવાના ગમ જરુર હશે. પરંતુ આ ગમને પણ ઓછો કરી શકાય છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતીને તે ગમને ભૂલાવી શકાય છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવા વાળા કેપ્ટન બનીને કોહલી પણ ગમ ભૂલાવી શકે છે. વિરાટ કોહલીની નજરમાં આ તમામ વાત હશે. WTC Final માં તો તેને બેસ્ટ ઓફ થ્રી નથી મળી પરંતુ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચ રહેશે. એટલે કે પોતાને સાબીત કરવા 5 તક મળશે.

Next Article