WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવાથી ભારત કેમ રહી ગયુ દુર, સચિન તેંડુલકરે બતાવ્યુ કારણ

|

Jun 24, 2021 | 10:49 PM

વીવીએસ લક્ષ્મણે ન્યુઝીલેન્ડને જીતની શુભેચ્છા પાઠવી. ત્યાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટીમની હારનું કારણ દર્શાવ્યુ હતુ.

WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવાથી ભારત કેમ રહી ગયુ દુર, સચિન તેંડુલકરે બતાવ્યુ કારણ
Sachin Tendulkar-Team India

Follow us on

ઈંગ્લેંડના સાઉથમ્પ્ટનમાં રમાયેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હારથી ભારતીય ફેન્સ નિરાશ છે. ફેન્સ સાથે પૂર્વ દિગ્ગજો પણ નિરાશ છે. વીવીએસ લક્ષ્મણે ન્યુઝીલેન્ડને જીતની શુભેચ્છા પાઠવી. ત્યાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટીમની હારનું કારણ દર્શાવ્યુ હતુ.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સચિને બતાવ્યુ હતુ કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ત્રીજા નંબરના બેટ્સમેન ચેતેશ્વર પુજારાને બે ઓવરના અંતરથી ગુમાવવાને ટર્નીંગ પોઈન્ટ બતાવ્યો છે. આજ કારણે ભારતે WTC Final ગુમાવી હોવાનું કહ્યું હતુ.

 

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મેચ પર વરસાદની ખૂબ અસર વર્તાઈ મેચનું પરીણામ પાંચમાં દિવસના બદલે છઠ્ઠા દિવસે આવી શક્યુ હતુ. ન્યુઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson)ની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડીયાને હરાવીને પ્રથમ ટેસ્ટ ચેમ્પિનયન બન્યુ છે. સચિનનું માનવુ છે કે બ્લેક કેપ્સ આ જીતને માટે કાબેલ હતુ.

 

તેંડુલકરે ટ્વીટ કરીને આ સંદર્ભે એક પોસ્ટ શેર કરી હતી. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતવા પર બ્લેક કેપ્સને શુભેચ્છા આપી હતી. તમે એક શ્રેષ્ઠ ટીમ હતા. સચિને આગળ લખ્યુ હતુ તે, ટીમ ઈન્ડીયા પોતાના પ્રદર્શનથી નિરાશ હશે. જેમ મેં ઉલ્લેખ કર્યો હતો કે પ્રથમ 10 ઓવર મહત્વપૂર્ણ હશે. ભારતે કોહલી અને પુજારા બંનેને 10 બોલમાં જ ગુમાવી દીધા હતા. જેણે ટીમ પર ખૂબ દબાણ સર્જયુ.

 

 

કોહલી અને પુજારા બંને લાંબા ઝડપી બોલર કાયલ જેમિસને આઉટ કર્યા હતા. જેણે છઠ્ઠા દિવસે પણ સાઉથમ્પટનની પીચથી મૂવમેન્ટ અને ઉછાળ મેળવ્યો હતો, જે રિઝર્વ ડે હતો. 35મી ઓવરના પાંચમા બોલ પર કોહલીની વિકેટ ગુમાવી. જ્યારે 37મી ઓવરના ત્રીજા બોલ પર પુજારા આઉટ થયો હતો.

 

કિવીની બોલીંગ બેટીંગના થયા વખાણ

એકંદરે ન્યુઝીલેન્ડની ટીમે વધારે સારી બોલીંગ અને બેટીંગનો પ્રયાસ કર્યો હતો. જેને અનેક પૂર્વ ક્રિકેટરોએ સ્વીકાર કર્યો હતો. ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પોતાના ટ્વીટર હેંડલ પર કહ્યું શુભેચ્છા કીવી ટીમને ચેમ્પિયન થવા પર. ન્યુઝીલેન્ડના બોલર શાનદાર હતા. વિલિયમસન અને ટેલરે કામ ખતમ કરવાને લઈને પોતાનું અનુમાન લગાવ્યુ. ઈંગ્લેંડના પૂર્વ ઓપનર બેટ્સમેન અને કોમેન્ટેટર માઈકલ એથરટને કિવીને વિનમ્ર અને મહેનતી ગણાવ્યુ હતુ.

Next Article