WTC Final: ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગ પર સવાલ કરનારા ટીકાકારોને સચિન તેંડુલકરે લીધા આડે હાથ

|

Jun 15, 2021 | 7:46 PM

સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટેસ્ટ બેટ્સમેન, ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ના ખૂબ વખાણ કર્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે, પુજારાની બેટીંગ શૈલી ભારતીય ટીમ (Team India)ની સફળતાનુ અભિન્ન અંગ છે.

WTC Final: ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગ પર સવાલ કરનારા ટીકાકારોને સચિન તેંડુલકરે લીધા આડે હાથ
Sachin Tendulkar-Cheteshwar Pujara

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ચેમ્પિયન બનવાનો જંગ ત્રણ દિવસ બાદ શરુ થશે. આ પહેલા જ સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટેસ્ટ બેટ્સમેન, ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ના ખૂબ વખાણ કર્યા છે. તો વળી પુજારાની સ્ટ્રાઇક રેટને લઇને સવાલ ઉઠાવનારાઓને આડે હાથ લીધા હતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે, પુજારાની બેટીંગ શૈલી ભારતીય ટીમ (Team India)ની સફળતાનુ અભિન્ન અંગ છે. ટેસ્ટ ક્રિકેટમાં બેટીંગ લાઇન અપનો મજબૂત પાયો છે.

સચિને ટીકાકારોને આડે હાથ લેતા કહ્યું હતું કે, એવા લોકો જ આલોચના કરે છે, જેમણે તેના જેટલી ઉપલબ્ધી દેશ માટે હાંસલ નથી કરી. તેમણે કહ્યું હતું કે, પુજારાને લઇને દૃષ્ટીકોણ ખોટા છે.

ઓસ્ટ્રેલીયામાં દમદાર પ્રયાસો બાદ પણ પુજારાને આલોચકોના નિશાને ચઢવું પડ્યું હતું. ટીકાકારોએ તેની ધીમી બેટીંગને લઇને સવાલો ઉભા કર્યા હતા. તેંડુલકરે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચને લઇને કેટલાક મુદ્દાઓ પર સચિને વાત કરી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સચિને કહ્યું હતું, મને લાગે છે કે, ચેતેશ્વર પુજારાએ ભારતને માટે જે હાંસલ કર્યુ છે તેના માટે સરાહના કરવી જોઇએ. જે હંમેશા સ્ટ્રાઇક રેટના અંગે નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં તમારે ફિટ થવા માટે અલગ પ્રકારનો પ્લાન અને અલગ-અલગ પ્રકારના ખેલાડીઓની જરુર હોય છે.

તેમણે કહ્યું, આ તમારા હાથમાં પાંચેય આંગળીઓ જેવું છે. દરેક આંગળીની એક અલગ ભૂમિકા હોય છે. પુજારા આપણી ટીમનો અભિન્ન અંગ છે. પુજારાએ ભારતને માટે જે કર્યુ છે, તે મને ખૂબ પસંદ છે. તેની દરેક ઇનીંગને પારખવાના સ્થાને, તેણે ભારત માટે જે કર્યુ છે તેની સરાહના કરવી જોઇએ.

વિશ્લેષક ગણાવનારાને કર્યો કટાક્ષ

આગળ કહ્યું હતું કે, જે લોકો તેની ટેકનીક અને રન બનાવવાની ક્ષમતા પર સવાલ ઉઠાવે છે. મને નથી લાગતું કે, તે લોકોએ પુજારા જેટલું ટોપ લેવલનું ક્રિકેટ રમ્યું હોય. સચિને આ વાત પર જ ચર્ચામાં રહેવા મથતા અને પોતાને વિશ્લેષક ગણાવનારાઓની હવા કાઢી દીધી હતી.

મોટો શોટ લગાવનાર સારો ખેલાડી હોય એ જરુરી નથી

T20 ફોર્મેટના આગમન બાદ ક્રિકેટ પ્રત્યે બદલાયેલા દૃષ્ટીકોણને લઇને પણ સચિને વાત કરી હતી. કહ્યું,એ જરુરી નથી કે, મોટો શોટ લગાવનાર એક સારો ટેસ્ટ ખેલાડી હોય. ટેસ્ટ ક્રિકેટમાં બોલને હિટ કરતા અને મોટા શોટ રમવાની કોશિષ કરતા કંઇક વધારે કરવાની આવશ્યકતા હોય છે.

હરિફને થકવવા એક ચેતેશ્વરની જરુર હોય છે

જે લોકો સ્ટ્રાઇક રેટને લઇને ચિંતીત છે, તેમને લઇને કહ્યું હતું કે, ભારત પાસે આક્રમક અંદાજથી બેટીંગ કરનારા ખેલાડીઓ ખૂબ છે. સ્ટ્રાઇક રેટ માટે ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડી છે. તે ગમે ત્યારે સ્ટ્રાઇક રેટ વધારી શકે છે. જ્યારે હરિફ ટીમના થકવવાની વાત આવે છે, ત્યારે પોતાની રણનીતીને અમલ કરવાની યોજના અને દુરદર્શીતાની જરુર હોય છે. તેના માટે તમારે એક ચેતેશ્વર પુજારાની જરુર હોય છે.

Published On - 7:45 pm, Tue, 15 June 21

Next Article