AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: રવિન્દ્ર જાડેજા સાઉથમ્પ્ટનમાં દમદાર રમત દર્શાવવા આતુર, જાણો ટેસ્ટ ક્રિકેટમાં દમ

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમાનારી છે. આગામી 18 જૂને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ટક્કર જામનારી છે. ભારતીય ટીમમાં રહેલા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ઘર આંગણે ઇંગ્લેંડ સામે ટેસ્ટ મેચમાં રમવા માટે મોકો નહોતો મળ્યો. જાડેજા હાલમાં સાઉથમ્પ્ટનમાં છે,

WTC Final: રવિન્દ્ર જાડેજા સાઉથમ્પ્ટનમાં દમદાર રમત દર્શાવવા આતુર, જાણો ટેસ્ટ ક્રિકેટમાં દમ
Ravindra Jadeja
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 10, 2021 | 8:00 AM
Share

ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) માં ન્યુઝીલેન્ડ ને ટક્કર આપવા માટે તૈયારીઓ કરી રહ્યુ છે. ભારતીય ટીમ સાઉથમ્પ્ટનમાં રોકાયેલ છે, જયાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમાનારી છે. આગામી 18 જૂને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ટક્કર જામનારી છે. ભારતીય ટીમમાં રહેલા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ઘર આંગણે ઇંગ્લેંડ સામે ટેસ્ટ મેચમાં રમવા માટે મોકો નહોતો મળ્યો. જાડેજા હાલમાં સાઉથમ્પ્ટનમાં છે, જે ફાઇનલ મેચ માટે પસંદ થયો છે.

હાલમાં જ ટેસ્ટ રેન્કિંગ ( Test Ranking ) જાહેર થતા ઓલરાઉન્ડ વિભાગમાં જાડેજા બીજા સ્થાન પર પહોંચ્યો છે. તેણે બેન સ્ટોક ને પણ પોતાની પાછળ છોડી દીધો હતો. રવિન્દ્ર જાડેજાના ટેસ્ટ કરિયરની શરુઆત ઇંગ્લેંડ સામે થઇ હતી. વર્ષ 2012 માં જાડેજા એ ઇંગ્લેંડ સામે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી હતી. જોકે તે વન ડે ક્રિકેટમાં 2009માં પદાર્પણ કરી ચુક્યો હતો. જાડેજા વર્ષની શરુઆતમાં ઓસ્ટ્રેલીયામાં અંગૂઠામાં ઇજા પામતા સર્જરી હતી. જેને લઇને તે ઇંગ્લેંડ સામેની ઘરઆંગણાની શ્રેણી થી દુર રહ્યો હતો.

જાડેજાએ ઓસ્ટ્રેલીયા સામે 2013 માં રમાયેલી ટેસ્ટ સિરીઝમં 24 વિકેટ ઝડપી હતી. ભારતે ઓસ્ટ્રેલીયાને ઐતિહાસીક હાર તે સિરીઝમાં આપી હતી. આ ઉપરાંત આઇસીસી ચેમ્પિયનશીપ 2013 માં રવિન્દ્ર જાડેજા હાઇએસ્ટ વિકેટ ટેકર ઉભર્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં 12 વિકટ ઝડપી હતી, જેને લઇન તેને ગોલ્ડ બોલ પુરસ્કાર મળ્યો હતો. જાડેજાએ તેના પ્રદર્શનને લઇને ક્રિકેટ ચાહકોના દિલમાં ઝડપ થી વસવા લાગ્યો હતો.

શેન વોર્ને રવિન્દ્ર જાડેજાના ગજબ પ્રદર્શન ને લઇને ખાસ ઉપનામ થી બોલાવતો હતો. શેનવોર્ન તેને શરુઆત થી જ રોકસ્ટાર તરીકે બોલાવતા હતા. જોકે તે સમયે તે રોકસ્ટાર શબ્દનો મતલબ સુદ્ધા જાણતા નહોતા. એ વાત નો એકરાર ખુદ જાડેજાએ કર્યો હતો. તેણે તેના મિત્રને પુછીને રોકસ્ટાર કહેવાનો મતલબ સમજ્યો હતો.

ટેસ્ટ કરિયર

રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 51 ટેસ્ટ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેનુ ઓલરાઉન્ડ પ્રદર્શન શાનદાર રહ્યુ છે. હાલમાં તે વિશ્વનો બીજા નંબરનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 36.18ની એવરેજ થી 1954 રન કર્યા છે. આ દરમ્યાન તેણે એક શતક અને 15 અર્ધશતક લગાવ્યા હતા.

બોલીંગની વાત કરવામાં આવે તો, ટેસ્ટ ક્રિકેટમાં 220 વિકેટ તે મેળવી ચુક્યો છે. તેની બોલીંગ એવરેજ 24.32 ની રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે 9 વખત 5 ઇનીંગમાં 5 વિકેટ મેળવી ચુક્યો છે. જ્યારે 48 માં 7 વિકેટ ઝડપી હતી. જ્યારે એક જ ટેસ્ટ મેચમાં 10 વિકેટ એક વખત મેળવી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 38 કેચ ઝડપ્યા છે.

વન ડે-ટી20 કરિયર

રવિન્દ્ર જાડેજા 168 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 2411 રન કર્યા છે. આ માટે તે 13 અર્ધશતક નોંધાવી ચુક્યો છે. જાડેજાએ વન ડે ક્રિકેટમાં 187 વિકેટ ઝડપી છે. જ્યારે 60 કેચ ઝડપ્યા છે. ટી20 ક્રિકેટમાં 50 મેચ રમીને તેણે 217 રન નોંધાવ્યા છે. જ્યારે 39 વિકેટ ઝડપી છે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">