WTC Final: સાઉથમ્પટનમાં વરસાદને લઈને અનુષ્કા શર્માએ લખી કવિતા, બે લાઈનમાં કોહલીના ઈરાદા દેખાયા

|

Jun 18, 2021 | 7:36 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની સાઉથમ્પટનમાં રમાઈ રહેલી ફાઈનલ મેચનું પ્રથમ સેશન વરસાદમાં ધોવાઈ ગયુ છે.

WTC Final: સાઉથમ્પટનમાં વરસાદને લઈને અનુષ્કા શર્માએ લખી કવિતા, બે લાઈનમાં કોહલીના ઈરાદા દેખાયા
Virat Kohli-Anushka Sharma

Follow us on

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન શરુઆતે જ સર્જાયુ છે. જેવી આશંકા હતી તેવી સાઉથમ્પ્ટનના હવામાન (Southampton Weather)ની આગાહી મુજબ જ વરસાદ વિલન સાબિત થયો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની સાઉથમ્પટનમાં રમાઈ રહેલી ફાઈનલ મેચનું પ્રથમ સેશન વરસાદમાં ધોવાઈ ગયુ છે.

 

આ દરમ્યાન ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) એ નર્સરીમાં ભણેલી એક કવિતાની લાઈન શેર કરી હતી. અભિનેત્રી અનુષ્કા શર્મા પતિ વિરાટ સાથે સાઉથમ્પ્ટનમાં છે. જ્યાં ગઈકાલે પણ વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ વરસાદ વરસતા મેચ શરુઆતના સેશનમાં મેચ રમી શકાઈ નહોતી. અનુષ્કાએ જેને લઈને આખરે નર્સરીના ક્લાસમાં ભણેલી એક કવિતાને પોતાના
વર્ઝનથી લખી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

નર્સરી ક્લાસની પ્રચલિત કવિતા.. રેન, રેન, ગો અવે.. કમ અગેઈન અનઅધર ડે… આ કવિતા ખૂબ પોપ્યુલર છે. જે આજે પણ ભણાવવામાં આવે છે. અનુષ્કાએ આ કવિતાને બે લાઈનમાં પોતાનો ટચ આપ્યો છે. તેણે લખ્યુ છે કે, રેન રેન ગો અવે… કમ અગેઇન આફ્ટર 5 ડેયઝ. પોતાની આ બે લાઈનોને અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ પોસ્ટ કરી છે.

અનુષ્કાની કવિતા અને વિરાટના ઈરાદા

હવે જરા અનુષ્કાના વર્ઝન ધરાવતી આ કવિતા દ્વારા વિરાટના ઈરાદાઓને સમજો. અનુષ્કા સાઉથમ્પ્ટનમાં વરસી રહેલા વાદળોને ગુજારીશ કરી છે કે વિખેરાઈ જાય. જો તેણે સાઉથમ્પ્ટનમાં વરસવુ હોય તો પાંચ દિવસ પછી આવે. જોકે 5 દિવસ માટે ના વરસે. કારણ કે આ 5 દિવસમાં વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટનો વિશ્વ કપ જીતનારો પ્રથમ કેપ્ટન બનવાનો મોકો છે. ટીમ ઈન્ડીયા ન્યુઝીલેન્ડને હરાવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટાઈટલ પોતાના નામે કરી શકે છે.

 

વિરાટ-અનુષ્કાના નાસ્તામાં શું છે

અનુષ્કાએ એક વધુ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેનાથી ખ્યાલ આવે છે કે ઈંગ્લેંડમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સવારે બ્રેકફાસ્ટમાં શું લઇ રહ્યા છે.

જેમ તસ્વીરથી સ્પષ્ટ છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ચા-બિસ્કીટનો નાસ્તો કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: WTC Final : મેચ ડ્રો થાય, ટાઇ પડે કે પછી, વરસાદમાં ધોવાઈ જાય, તો કોણ બનશે ચેમ્પિયન, જાણો સવાલનો જવાબ

Next Article