WTC Final: ભારત સામે ચેમ્પિયનશીપના જંગે ઉતરનારી ટીમ ન્યુઝીલેન્ડે જાહેર કરી, 5 ખેલાડીઓને ડ્રોપ કર્યા

|

Jun 15, 2021 | 5:33 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે 18 જૂન થી ટેસ્ટ વિશ્વ ચેમ્પિયન થવાનો જંગ જામશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચ સાઉથમ્પ્ટનમાં રમાનાર છે.

WTC Final: ભારત સામે ચેમ્પિયનશીપના જંગે ઉતરનારી ટીમ ન્યુઝીલેન્ડે જાહેર કરી, 5 ખેલાડીઓને ડ્રોપ કર્યા
New Zealand Cricket Team

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે 18 જૂનથી ટેસ્ટ વિશ્વ ચેમ્પિયન થવાનો જંગ જામશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (World Test Championship) મેચ સાઉથમ્પ્ટનમાં રમાનાર છે. ભારત બાદ ન્યુઝીલેન્ડની ટીમ પણ સાઉથમ્પ્ટન પહોંચી ચુકી છે. ભારતીય ટીમે ફાઈનલ મેચ માટેની ટીમનું એલાન કર્યુ નથી. જોકે ન્યુઝીલેન્ડની ટીમ દ્વારા 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. કિવીએ તેના 5 ખેલાડીઓને બહાર કરી દીધા છે, જે હાલમાં ઈંગ્લેંડ પ્રવાસે ટીમ સાથે છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ન્યુઝીલેન્ડની ટીમમાં 5 મુખ્ય ઝડપી બોલર અને એક સ્પિનર તેમજ એક મીડિયમ પેસર ઓલરાઉન્ડરને સ્થાન અપાયુ છે. કેન વિલિયમસન (Ken Williamson)ની આગેવાની ધરાવતી ટીમમાં 27 ટેસ્ટમાં 72 વિકેટ ઝડપનાર ઝડપી બોલર ડેગ બ્રેસવેલને સ્થાન નથી મળ્યુ. તેના ઉપરાંત સેટનરને બદલે એઝાઝ પટેલને સ્થાન મળ્યુ છે. સાથે ઓપનર રચિન રવિન્દ્ર, ઝેકબ ડફી અને ડેરિલ મિશેલને ટીમમાં સ્થાન નથી મળી શક્યુ.

 

સ્પિનર એઝાઝ પટેલને ઈંગ્લેંડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બંને ઈનીંગમાં 4 વિકેટ મળી હતી તો ડેરિલ મિશેલે જે મેચમાં કોઈ પ્રભાવ નહોતો સર્જયો. એવામાં તે ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ડાબોડી સ્પિનર મિશેલ સેંટનરે લોર્ડઝમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ તે પણ પ્રભાવિત કરી શક્યો નહોતો.

 

ન્યુઝીલેન્ડે ફાઈનલ માટે વિકેટકીપર બીજે વાટલિંગના કવર રુપે ટોમ બ્લંડેલને સામેલ કર્યો છે તો વળી બીજી ટેસ્ટમાં અર્ધશતક ફટકારનારા વિલ યંગને પણ કવરના રુપે સામેલ કર્યો છે. ઓલરાઉન્ડર કોલિન ડિ ગ્રાન્ડહોમ પણ ફાઈનલ મેચ માટે 15 સભ્યો વાળી ટીમમાં સામેલ છે.

 

ફાઈનલ માટે ન્યુઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, ડેવન કોન્વ, હેનરી નિકોલ્સ, રોઝ ટેલર, વિલ યંગ, બીજે વાટલિંગ, ટોમ બ્લંડેલ, કોલિન ડિ ગ્રેડહોમ, કાઈલ જેમીસન, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, નીલ વેગનર, એઝાઝ પટેલ, મેટ હેનરી,

 

આ પણ વાંચો: ENG vs IND: મિતાલી રાજની ટીમ 7 વર્ષે ટેસ્ટ મેચ રમવા માટે મેદાને ઉતરશે, નંબર 1 બનવાની તક

Next Article