WTC Final: કોણ બનશે ટેસ્ટ ચેમ્પિયન? ભારતે 139 રનનું લક્ષ્યાંક ન્યુઝીલેન્ડ સામે રાખ્યુ

|

Jun 23, 2021 | 7:30 PM

ભારતીય ટીમે (Team India) બીજી ઈનીંગમાં 170 રનનો સ્કોર કર્યો હતો. છઠ્ઠા દિવસની રમત ભારતીય ટીમે 64 રનના સ્કોરથી રમતની શરુઆત કરી હતી.

WTC Final: કોણ બનશે ટેસ્ટ ચેમ્પિયન? ભારતે 139 રનનું લક્ષ્યાંક ન્યુઝીલેન્ડ સામે રાખ્યુ
India Vs New Zealand

Follow us on

સાઉથમ્પટન (Southampton)માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચ છઠ્ઠા દિવસે, એટલે કે રિઝર્વ ડે (Reserve Day) સુધી રમત રમાઈ હતી. ભારતીય ટીમે (Team India) બીજી ઈનીંગમાં 170 રનનો સ્કોર કર્યો હતો. છઠ્ઠા દિવસની રમત ભારતીય ટીમે 64 રનના સ્કોરથી રમતની શરુઆત કરી હતી. કીવી બોલરોએ સમયાંતરે વિકેટો મેળવીને ભારતનો સ્કોર આગળ વધતો અટકાવ્યો હતો.

 

32 રનની લીડ ધરાવતા ન્યુઝીલેન્ડને જીત માટે ભારતે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. ન્યુઝીલેન્ડે આખરી દિવસની બાકી રહેલી 53મી ઓવરની રમતમાં જીત મેળવવાની રમત રમવી પડશે. જોકે અંતિમ ચોથી ઈનીંગમાં અશ્વિન અને જાડેજાની બોલીંગ સામે મુશ્કેલ રમત બની શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

રિઝર્વ ડેના દિવસે ભારતીય ટીમ 2 વિકેટે 64 રનના સ્કોરથી રમતની શરુઆત કરશે. પાંચમાં દિવસના અંતે વિરાટ કોહલી (Virat Kohli) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ક્રિઝ પર હતા. બંને આજે મેચને આગળ વધારી હતી. બંને પાસે આજે પરિણામ લક્ષી રમતની આશા વર્તાઈ રહી હતી. પરંતુ બંનેએ ખાસ રમત દાખવી નહોતી. ઋષભ પંતે 41 રનની રમત રમી હતી.

 

કોહલી 13 રને અને પુજારા 15 રન રમીને વિકેટ ગુમાવી હતી. પુજારાએ ફરી એકવાર રક્ષણાત્મક રમત રમી 80 બોલનો સામનો કર્યો હતો. અજીંક્ય રહાણેએ 15 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 16 રન કર્યા હતા. મહંમદ શામીએ પણ અંતમાં સ્કોર બોર્ડ આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે બંને ઈનીંગમાં એકેય ભારતીય બેટ્સમેને અર્ધશતક લગાવી શક્યા નહોતા.

 

કિવી બોલરોએ ભારતીય ટીમનું સ્કોર બોર્ડને નિયંત્રિત રાખવા માટે કસીને બોલીંગ કરી હતી. સમયાંતરે વિકેટો પણ ઝડપી હતી. ટીમ સાઉથી 4 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કાયલ જેમીસને 2 વિકેટ ઝડપી હતી. નિલ વેગનરે 1 વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચો: ICC Test Rankings: રવિન્દ્ર જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી, જેસન હોલ્ડરને પાછળ રાખી દીધો

Next Article