WTC Final: ન્યુઝીલેન્ડ સામે ભારત 217 રન પર સમેટાયુ, અજીંક્ય રહાણેના 49 રન, જેમિસનની 5 વિકેટ

|

Jun 20, 2021 | 7:29 PM

હવામાનની અડચણો વચ્ચે ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 217 રન પર સમેટાઈ હતી. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઈનલની પ્રથમ દિવસની રમત વરસાદને લઈ ગુમાવી હતી.

WTC Final: ન્યુઝીલેન્ડ સામે ભારત 217 રન પર સમેટાયુ, અજીંક્ય રહાણેના 49 રન, જેમિસનની 5 વિકેટ
India vs NewZealand

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs NewZealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં ચેમ્પિયન બનવા માટેનો જંગ સાઉથમ્પ્ટનમાં ખેલાઈ રહ્યો છે. હવામાનની અડચણો વચ્ચે ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 217 રન પર સમેટાઈ હતી. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઈનલની પ્રથમ દિવસની રમત વરસાદને લઈ ગુમાવી હતી.

 

બીજા દિવસે 3 વિકેટ 146 રન ભારતીય ટીમ કર્યા હતા. જોકે મેચનો ત્રીજો દિવસ ન્યુઝીલેન્ડના બોલર્સના નામે રહ્યો હતો. ત્રીજા દિવસે ભારતીય ટીમ 92.1 ઓવર રમીને 217 રન કરી ઓલઆઉટ થઈ હતી. ત્રીજા દિવસની રમત દરમ્યાન વાતાવરણ ખુલ્લુ રહેતા રમત અડચણ વગર આગળ વધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ભારતીય ટીમની પ્રથમ ઈનીંગ 217 રને જ સમેટાઈ ગઈ હતી. ગઈ કાલે ઝાંખા પ્રકાશને લઈને ટળી ગયેલી રમત, આજે ખરાબ રમત સાથે શરુ થઈ હતી. વિરાટ કોહલી (Virat Kohli) શરુઆતમાં જ ઝડપથી પેવેલીયન પરત ફર્યા બાદ ખાસ સ્કોર બોર્ડ આગળ વધી શક્યુ નહોતુ. કોહલીએ 132 બોલ રમીને 44 રન બનાવ્યા હતા. તે કાયલ જેમિસનનો શિકાર બની પેવેલિયન પરત ફર્યો હતો.

 

ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર શરુઆત કરી હતી. બંનેએ અર્ધશતકીય ભાગીદારી રમત રમી પ્રથમ વિકેટ માટે 62 રન જોડ્યા હતા. ત્યારબાદ ચેતેશ્વર પુજારા 58 બોલ રમી 8 રન કર્યા હતા. કોહલી અને અજીંક્ય રહાણેએ રમતને આગળ વધારે હતી. અજીંક્ય રહાણેએ ટીમ વતી સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. તે નીલ વેગનરનો શિકાર બન્યો હતો.

 

ઋષભ પંત ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. પંતે 22 બોલમાં 4 રન નોંધાવ્યા હતા. તે જેમિસનના બોલ પર કેચ આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા અને અશ્વિને રમતને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જાડેજાએ 15 અને અશ્વિને 22 રન ટીમ માટે જોડ્યા હતા. જાડેજા અંતિમ વિકેટ રુપે આઉટ થયો હતો. બુમરાહ શૂન્ય, ઈશાંત શર્મા 4 રન અને મહંમદ શામી એક બોલ રમી અણનમ 4 રન પર રહ્યો હતો.

 

જેમિસનની 5 વિકેટ

કાયલ જેમિસને વાતાવરણનો પુરો ફાયદો ઉઠાવતુ બોલીંગ આક્રમણ કર્યુ હતુ. તેણે રોહિત શર્માને પ્રથમ શિકાર બન્યો હતો. ત્યારબાદ કોહલી અને ઋષભ પંતની મહત્વની વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને નીલ વેગનરે પણ 2-2 વિકેટ ઝડપી હતી. ટીમ સાઉથીએ એક વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: Father’s Day2021: સચિન તેંડુલકર, કોહલી, ધવન, હાર્દિક સહિતના ક્રિકેટરોએ પિતાને યાદ કરી ભાવુક પોસ્ટ કરી શેર

Next Article