WTC Final: પાંચમા દિવસની રમતના અંતે ભારતના 2 વિકેટે 64 રન, સાઉથીની 2 વિકેટ, રિઝર્વ ડે એ મેચ રમાશે

|

Jun 22, 2021 | 11:54 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી WTC Final મેચની પાંચમા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 64 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં 217 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનીંગ રમતા 32 રનની લીડ મેળવી હતી.

WTC Final: પાંચમા દિવસની રમતના અંતે ભારતના 2 વિકેટે 64 રન, સાઉથીની 2 વિકેટ, રિઝર્વ ડે એ મેચ રમાશે
Rohit Sharma

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી WTC Final મેચની પાંચમા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 64 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં 217 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનીંગ રમતા 32 રનની લીડ મેળવી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગીલ (Shubman Gill) બીજી ઇનીંગને રમવા માટે મેદાને ઉતર્યા હતા. ગીલ 8 અને રોહિત 30 રન કરીને વિકેટ ગુમાવી બેઠા હતા. 2 વિકેટે 64 રન કરીને 32 રનથી ભારત રમતમાં આગળ રહ્યુ હતું.

ભારતીય ટીમે આજે 30 ઓવરની રમત રમી હતી. દિવસના અંતે વિરાટ કોહલી (Virat Kohli) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ક્રિઝ પર રહ્યા હતા. કોહલી એ 8 રન અને પુજારા 12 રન પર રમતમાં હતા. રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ બંનેની જોડીએ કિવી બોલરોનો સામનો કર્યો હતો.

આજે સવારે વરસાદની અડચણથી રમત નિયત સમય કરતા થોડી મોડી શરુ થઇ હતી. પાંચમાં દિવસની શરુઆત 2 વિકેટે 101 રનથી શરુ કરીને, રમતને ન્યુઝીલેન્ડે આગળ વધારી હતી. મહંમદ શામી અને ઇશાંત શર્માની બોલીંગ સામે આજે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો મુશ્કેલ સ્થિતીમાં નજર આવ્યા હતા. ન્યુઝીલેન્ડ એ 249 રનની પ્રથમ ઇનીંગ રમી હતી. આમ 32 રનની લીડ ભારત સામે મેળવી હતી. શામી એ 4 અને ઇશાંત શર્માએ 3 વિકેટ ઝડપી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

249 રને ઝડપથી ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડીયા (Team India) ને આજે બેટીંગનો યોગ્ય સમય મળી રહ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેની જોડી પ્રથમ ઇનીંગની માફક લાંબુ ટકી શકી નહોતી. બંને એ 24 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ રમતને આગળ વધારી હતી. જોકે રોહિત 81 બોલની રમત રમીને 30 રન કર્યા હતા.

બંને ઓપનરોની વિકેટ સાઉથીએ ઝડપી

ન્યુઝીલેન્ડના બોલરોએ કસીને બોલીંગ કરી, ભારતીય બેટ્સમેનો પર દબાણ વધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ શુભમન ગીલની વિકેટ બાદ આજની રમતના અંત સુધી ન્યુઝીલેન્ડના બોલરો સંઘર્ષ કરતા રહ્યા હતા. રોહિત શર્મા અને પુજારાએ કિવી બોલરો સામે ધૈર્ય દર્શાવી રમત રમવા પ્રયાસ કર્યો હતો. જોકે ટિમ સાઉથી બંને ઓપનર ખેલાડીઓની વિકેટને LBW ઝડપી હતી.

પ્રથમ ઇનીંગની રમત

ફાઇનલ મેચના પ્રથમ દિવસને વરસાદનો અવરોધ નડ્યો હતો. જેને લઇને બીજા દિવસે ટોસ ઉછાળી રમતની શરુઆત કરાઇ હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ વિરાટ કોહલીની ટીમ ટોસ હારીને બેટીંગ માટે ઉતરી હતી. સારી શરુઆત બાદ, ટીમ 217 રન પર જ સમેટાઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન ડેવોન કોન્વે અને લાથમની રમત વડે મજબૂત શરુઆત કરી હતી.

રિઝર્વ ડે

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમતમાં વરસાદ અને ઝાંખા સૂર્ય પ્રકાશે રમતને ખૂબ અસર કરી હતી. વરસાદે પાંચ પૈકી બે દિવસને સંપૂર્ણ રીતે ધોઇ નાંખ્યા હતા. જેને લઇ આઇસીસી સામે પણ રોષ ફેન્સ અને દિગ્ગજ પૂર્વ ખેલાડીઓ દ્વારા ઠલવાયો હતો. જોકે આઇસીસી એ પહેલાથી જ છઠ્ઠા દિવસને રિઝર્વ ડે તરીકે જાહેર કર્યો હતો. જે વરસાદ અને ઝાંખા પ્રકાશ સામે નુકશાન થયેલ ઓવરોની ભરપાઇ માટે જાહેર કર્યો હતો. આમ હવે મેચ છઠ્ઠા દિવસની રમતમાં પહોંચશે. જોકે પરિણામ માટે બંને ટીમોએ, રિઝર્વ ડેએ શાનદાર પ્રદર્શન રજૂ કરવું પડશે.

Next Article