WTC Final: પતિ મેદાનમાં ભારતીય ટીમનો હિસ્સો હશે, પત્નિ બ્રોડકાસ્ટર્સ ટીમ માટે આ ખાસ ભૂમિકા ભજવશે

|

Jun 17, 2021 | 7:14 AM

સાઉથમ્પ્ટનમાં ટેસ્ટ ક્રિકેટના ચેમ્પિયનશીપ (World Test Championship) નો સંગ્રામ 18 જૂન થી થનારો છે. ખેલાડીઓ એ પણ મેદાનમાં ઉતરતા પહેલાની તમામ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. ટીમ ઇન્ડીયાનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) પણ સાઉથમ્પ્ટનમાં તૈયારીઓ માટે કમર કસી લીધી છે.

WTC Final: પતિ મેદાનમાં ભારતીય ટીમનો હિસ્સો હશે, પત્નિ બ્રોડકાસ્ટર્સ ટીમ માટે આ ખાસ ભૂમિકા ભજવશે
Sanjana Ganesan

Follow us on

સાઉથમ્પ્ટનમાં ટેસ્ટ ક્રિકેટના ચેમ્પિયનશીપ (World Test Championship) નો સંગ્રામ 18 જૂન થી થનારો છે. ખેલાડીઓ એ પણ મેદાનમાં ઉતરતા પહેલાની તમામ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. ટીમ ઇન્ડીયાનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) પણ સાઉથમ્પ્ટનમાં તૈયારીઓ માટે કમર કસી લીધી છે. તેની સાથે તેની પત્નિ સંજના ગણેશન (Sanjana Ganesan) પણ ઇંગ્લેંડમાં છે. જોકે તે પતિ બુમરાહ સાથે રજાઓ ગાળવા કે, પતિ સાથે આમ જ નથી ગઇ. તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચની બ્રોડકાસ્ટીંગ ટીમનો હિસ્સો છે.

સંજના ગણેશન સ્પોર્ટસ એંકર છે. સંજના WTC ફાઇનલ મેચમાં એંકરીંગ કરતા નજર આવશે. તે હાલમાં સાઉથમ્પ્ટનમાં જ ક્વોરન્ટાઇન સમય પુરો કર્યા બાદ નજર આવી છે. સંજના એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પણ શેર કરી હતી. જેમાં તે સાઉથમ્પ્ટનમાં બાલ્કની તસ્વીરમાં જોવા મળી રહી છે. તે ટ્રેક શુટ પહેરલ છે અને વાળને હાઇ પોની બનાવીને ટાઇ કરેલા છે. સાથે જ કાનોમાં તેણે હૂપ્સ પહેર્યા છે. ન્યૂડ સ્ટાઇલ મેકઅપમાં તે સુંદર લાગી રહી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સંજનાએ ઇન્સ્ટા સ્ટોરી દ્રારા સ્ટુડીયોના સેટઅપની ઝલક પણ દર્શાવી હતી. જે જગ્યા પર તે શોને હોસ્ટ કરનારી છે. જસપ્રિત સાથે લગ્ન બાદ સંજના પ્રથમ વિદેશ પ્રવાસે ટીમ ઇન્ડીયા સાથે ગઇ છે. જ્યા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો જંગ ખેલાશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર હાલમાં સાઉથમ્પ્ટન તરફ મંડરાઇ છે.

સંજના ગણેશન સાથે ટીમ ઇન્ડીયા (Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ગત માર્ચ માસમાં લગ્ન કર્યા હતા. બંને એ 15 મી માર્ચે ગોવામાં લગ્ન કર્યા હતા, જ્યાં આ માટે નજીકના લોકો સાથેનો સમારોહ પણ યોજ્યો હતો. જેમાં માત્ર કેટલાક મિત્રો અને નજીકના સગા સંબંધીઓ જ હાજર રાખવામાં આવ્યા હતા.

Next Article