WTC Final: ચેતેશ્વર પુજારા પર સવાલો ઉઠતા Gavaskar બચાવમાં ઉતર્યા, કહ્યુ તેને દોષ દેવો યોગ્ય નથી

|

Jun 28, 2021 | 9:06 AM

ચેતેશ્વર પુજારા ટેસ્ટ માટે નિષ્ણાંત ખેલાડી માનવામાં આવે છે. ક્રિઝ પર ચોંટી રહી વિકેટ સાચવવામાં તે માહિર માનવામાં આવે છે. જો કે છેલ્લી કેટલીક ઇનીંગમાં, રન ઓછા અને બોલનો સામનો વધુ હોવાની વાત ને નિષ્ફળતાના રુપમાં ગણાવાઇ રહી છે.

WTC Final: ચેતેશ્વર પુજારા પર સવાલો ઉઠતા Gavaskar બચાવમાં ઉતર્યા, કહ્યુ તેને દોષ દેવો યોગ્ય નથી
Sunil Gavaskar-Cheteshwar Pujara

Follow us on

ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં ભારતીય ટીમે હાર સહી હતી. જેને લઇ ભારતીય ટીમ (Team India) ખૂબ આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ફાઇનલ મેચમાં ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ ચેતેશ્વર પુજારા ( Cheteshwar Pujara ) નુ પ્રદર્શન બંને ઇનીંગમાં ખરાબ રહ્યુ હતુ. જેને લઇને તેની બેટીંગ પર સતત સવાલ ઉઠવા લાગ્યા છે. જોકે ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) એ તેનો બચાવ કર્યો છે. તેઓએ કહ્ય હાર માટે ફક્ત પુજારાને દોષ દેવો યોગ્ય નથી.

મીડિયા રિપોર્ટસ મુજબ ગાવાસ્કરે કહ્યુ, આપણે યાદ રાખવુ જોઇએ કે, ન્યુઝીલેન્ડ એ કેવા પ્રકારની બેટીંગ કરી હતી. પરિસ્થિતીઓ બેટીંગના મુજબ સહેજ પણ નહોતી, બોલરોની મદદગાર હતી. જે રીતે ડેવોન કોન્વે અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન એ બંને ઇનીંગમાં બેટીંગ કરી. તેમના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. તેમણે કહ્યુ રોઝ ટેલર એ પણ ધમી શરુઆત બાદ જે રીતે બેટીંગ કરી, તે પણ આપણે યાદ રાખવુ જોઇએ તેણે પણ પુજારાની માફક બેટીંગ કરી હતી. ધીમી શરુઆત કરી, પરંતુ તમે પુજારા પર આંગળી ઉઠાવવા ઇચ્છો છો, તો અમે કંઇ નથી કહી શકતા.

સુનિલ ગાવાસ્કર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં કોમેન્ટેટર હતા. તેઓ દરેક બોલની રમતને જોઇ ચૂક્યા છે. ગાવાસ્કરના અનુભવો અને તેના આધારેના સુચનો ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. આમ  ચેતેશ્વર પુજારાને પણ હવે પોતાની પર ઉઠતા સવાલોમાં રાહત થશે, તેવી આશા વર્તાઇ હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારત ને હવે ચાર ઓગષ્ટ થી ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ચેતેશ્વર પુજારાને પ્લેયીંગ ઇલેવનથી બહાર રાખવા પર વિચાર કરી રહી છે. તેના સતત ફ્લોપ થવાને લઇને વિરાટ કોહલી અને અજીંક્ય રહાણે પર દબાણ વધી જાય છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પુજારાના સ્થાને કેએલ રાહુલ અથવા હનુમા વિહારીને સામેલ કરવા પર વિચાર કરી રહ્યો છે. આ ઉપરાંત કોહલીને બેટીંગમાં નંબર 3 પર પ્રમોટ કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં તે ટેસ્ટમાં 4 નંબર પર રમી રહ્યા છે.

Next Article