WTC Final: ત્રીજા દિવસની રમત પર કેવો પ્રભાવ રહેશે વાતાવરણનો, પ્રકાશ અને વરસાદનુ કેવુ છે અનુમાન

|

Jun 20, 2021 | 2:24 PM

રાહ જોયા બાદ જ્યારે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ICC WTC Final)ની ઘડી આવી પહોંચી તો હવામાને ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા છે. ફાઇનલ મેચ રમાઇ રહી છે, તે સાથઉમ્પટનનુ હવામાન (Southampton Weather) મેચના બંને દિવસ ખરાબ રહ્યુ છે.

WTC Final: ત્રીજા દિવસની રમત પર કેવો પ્રભાવ રહેશે વાતાવરણનો, પ્રકાશ અને વરસાદનુ કેવુ છે અનુમાન
Southampton Weather

Follow us on

રાહ જોયા બાદ જ્યારે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ICC WTC Final)ની ઘડી આવી પહોંચી તો હવામાને ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા છે. ફાઇનલ મેચ રમાઇ રહી છે, તે સાથઉમ્પટનનુ હવામાન (Southampton Weather) મેચના બંને દિવસ ખરાબ રહ્યુ છે. પ્રથમ દિવસે વરસાદે શરુઆતના દિવસની રમત ધોની નાંખી, તો બીજા દિવસે ઝાંખા પ્રકાશે રમતને ધૂંધળી બનાવી દીધી છે. હવે આજે મેચ શરુ થવાને લઇને, વિશ્વભરના ક્રિકેટ ચાહકો પણ સાઉથમ્પટનના હવામાન તરફ મીટ માંડી બેઠા છે.

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs Newzealand)વચ્ચે રમાઇ રહેલી ફાઇનલ મેચ દરમ્યાન હવામાન મહેરબાન રહેવાની ફેન્સ આશા લગાવી બેઠા છે. પ્રથમ દિવસ ટોસ ઉછળ્યા વિના દજ પસાર થયો હતો. મેચના બીજા દિવસે ટોસ જીતીને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને હવામાનનો ફાયદો લેવા પ્રથમ બોલીંગ પસંદ કરી. ભારતીય ટીમે ટોસ હારીને મેદાને ઉતરી સારી રમતની શરુઆત કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમત માત્ર 64.4 ઓવર રમાઇ હતી. ત્યાર બાદ ઝાંખા પ્રકાશને લઇને મેચ ટળી ગઇ હતી.

સાઉથમ્પ્ટન હવામાન

સાઉથમ્પ્ટનમાં આજે હવામાનનો મિજાજ આજે પણ નિરાશ કરનારો રહી શકે છે. આજે સાઉથમ્પટનમાં વરસાદની આગાહી અગાઉ થી કરવામાં આવી છે. જોકે આમ છતાં પણ વાદળોના અંધારુ છવાઇ જવાને લઇને જોવામાં આવે તો, આકાશ થોડુ ખુલ્લુ રહેશે. આમ દર્શકોને આશા હશે કે, વરસાદ મેચના કલાકો દરમ્યાન ના વરસે. જેથી શક્ય વધારે ઓવર આજે રમાય અને મેચ પરિણામલક્ષી રમી શકાય.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય ટીમની શરુઆત

આમ તો ભારત બીજી બેટીંગ ઇનીંગ રમવાની રણનિતી ધરાવતુ હતુ. પરંતુ ન્યુઝીલેન્જની ફેવરમાં ટોસ પડતા, બેટીંગમા પહેલા મેદાને ઉતરવુ પડ્યુ હતુ. જોકે ભારત માટે હકારાત્મક બાબત એ છે કે, રમતની શરુઆત સારી રહી છે. ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે 62 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. આમ તો ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇતિહાસ રહ્યો છે કે, ભારતની ઓપનીંગ જોડી 50 રનની ભાગીદારી રમત રમે, તે મેચ ભારત હાર્યુ નથી.

Next Article