WTC Final: ફાઇનલ મેચ દરમ્યાન મંહમદ સિરાજ વોકી-ટોકી સાથે નજર આવ્યો તો, ફેન્સે મજા લીધી

|

Jun 22, 2021 | 11:31 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે સાઉથમ્પટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાઇ રહી છે. મેચનો ચોથો દીવસ પ્રથમ દિવસની માફક સંપૂર્ણ ધોવાઇ ગયો હતો. દરમ્યાન મહંમદ સિરાજ (Mohammad Siraj) નો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે વોકી-ટોકી નો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે.

WTC Final: ફાઇનલ મેચ દરમ્યાન મંહમદ સિરાજ વોકી-ટોકી સાથે નજર આવ્યો તો, ફેન્સે મજા લીધી
Mohammad Siraj

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે સાઉથમ્પટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાઇ રહી છે. મેચનો ચોથો દીવસ પ્રથમ દિવસની માફક સંપૂર્ણ ધોવાઇ ગયો હતો. ટેસ્ટ મેચનો બીજો દિવસ ભારત અને બીજો દિવસ ન્યઝીલેન્ડના પક્ષમાં રહ્યો હતો. ત્રીજા દિવસની રમત દરમ્યાન ભારતીય ટીમ (Team India) ઝડપ થી સમેટાઇ ગઇ હતી. ભારતી ટીમ 217 રન કરી શકી હતી.

કાયલ જેમિસન ભારતીય બેટ્સમેનો પર હાવી રહ્યો હતો. જ્યારે કીવી બેટ્સમેનો બેટીંગ ઇનીંગમાં ભારતીય બોલરો પણ હાવી રહ્યા હતા. આ દરમ્યાન મહંમદ સિરાજ (Mohammad Siraj) નો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે વોકી-ટોકી નો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વાયરલ વિડીયો મુજબ મહંમદ સિરાજ સ્ટેન્ડમાં બેઠેલો નજર આવી રહ્યો છે. જેમાં તેના હાથોમાં એક વોકી-ટોકી પણ હોય છે. સિરાજ વોકી-ટોકી પર વાત ચીત પણ કરતો નજર આવી રહ્યો છે. સિરાજનો આ વિડીયો ખબ વાયરલ થઇ રહ્યો છે, તો ફેન્સ તેની પર મજા પણ લઇ રહ્યા છે.

એક ફેન એ તો લખ્યુ હતુ કે, સિરાજ જસપ્રિત બુમરાહને વોકી-ટોકી પર સલાહ આપી રહ્યો છે. એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે સિરાજને ફાઇનલ મેચ માટે મહંમદ સિરાજને ઇશાંત શર્મા ને બદલે તક અપાઇ શકે છે. જોકે કોહલીએ ઇશાંત શર્મા સાથે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.

ટીમ ઇન્ડીયાની સ્થિતી

ભારતીય બોલર ટેસ્ટ ના ત્રીજા દિવસે ફેંકાયેલી 49 ઓવરમાં કંઇક ખાસ પ્રભાવ દાખવી શક્યા નથી. દિવસની રમતના અંત સુધી, ન્યુઝીલેન્ડ એ 2 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. ભારત તરફ થી ઇશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિન એ એક એક વિકેટ ઝડપી હતી.

આ પહેલા જેમિસનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનોએ પેવેલિયનની આવ-જા શરુ કરી દીધી હતી. ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ 44 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે એ ટીમ વતી સૌથી વધુ 49 રન કર્યા હતા.

Next Article