WTC Final: ફાઇનલમાં વરસાદે મેચનો માહોલ બગાડ્યો તો, ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર લીધી મજા

|

Jun 18, 2021 | 8:08 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની મહત્વની મેચની મજા વરસાદે બગાડી દીધી છે. સાઉથમ્પ્ટનમાં આયોજીત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ મેચ વરસાદથી પ્રભાવિત થઇ છે. પ્રથમ સેશન વરસાદે ધોઇ નાંખ્યા બાદ, બીજુ સેશન પણ વરસાદથી પ્રભાવિત રહ્યું હતું.

WTC Final: ફાઇનલમાં વરસાદે મેચનો માહોલ બગાડ્યો તો, ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર લીધી મજા
Southampton Rain

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની મહત્વની મેચની મજા વરસાદે બગાડી દીધી છે. સાઉથમ્પ્ટનમાં આયોજીત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ મેચ વરસાદથી પ્રભાવિત થઇ છે. પ્રથમ સેશન વરસાદે ધોઇ નાંખ્યા બાદ, બીજુ સેશન પણ વરસાદથી પ્રભાવિત રહ્યું હતું. સાઉથમ્પ્ટનના હવામાન (Southampton Weather) ને લઇને આગામી પાંચ દિવસમાંથી ચાર દિવસ વરસાદની આગાહી કરી છે.

પ્રથમ દિવસે મહત્તમ તાપમાન 16 ડીગ્રી અને લઘુત્તમ 10 ડીગ્રી રહેવાનું અનુમાન હતું. સાથે જ મેચના પ્રથમ દિવસે હળવી ઠંડકનો અહેસાસ દિવસભર બની રહેવાની આગાહી છે. આવું જ વાતાવરણ ટેસ્ટ મેચના પાંચ દિવસ દરમ્યાન રહી શકે છે. વરસાદથી ઓવરના નુકશાનને ભરપાઇ કરવા માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

વરસાદે પ્રથમ દિવસની રમતની મજા બગાડી દેવાને લઇને ક્રિકેટ ફેન્સ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ક્રિકેટ ફેન્સે પહેલા સેશનને રદ થવાને લઇને પણ પોસ્ટ કરી હતી.

મેચ ધોવાઇ જાય તો થશે આમ

વરસાદની સંભાવનાઓને લઇને ICC દ્રારા પહેલાથી ફાઇનલ મેચને લઇને રિઝર્વ ડે રાખ્યો હતો. ટુર્નામેન્ટની મહત્વતાને ધ્યાને રાખીને રિઝર્વ ડેની જરુરીયાત છે. પાંચ દિવસો દરમ્યાન ઓવરનું નુકશાન, રિઝર્વ ડે દિવસે ભરપાઇ કર્યુ હતુ. જોકે સમગ્ર મેચ જ વરસાદમાં ધોવાઇ જાય તો, બંને દેશોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

Published On - 8:06 pm, Fri, 18 June 21

Next Article