WTC Final : ફાઇનલ મેચમાં ICC ના નિયમને લઇને આકાશ ચોપડા એ ઉઠાવ્યા સવાલ, કહ્યુ સમજણ બહાર

|

Jun 20, 2021 | 1:01 PM

WTC Final 2021 : કોમેન્ટેટર આકાશ ચોપડા (Aakash Chopra) એ ICC ના એક નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ICC એ ફાઇનલ મેચમાં ત્રણ-ત્રણ રિવ્યુ બંને ટીમોને આપ્યા છે. જેને લઇને તેણે સવાલ કર્યા છે.

WTC Final : ફાઇનલ મેચમાં ICC ના નિયમને લઇને આકાશ ચોપડા એ ઉઠાવ્યા સવાલ, કહ્યુ સમજણ બહાર
Akash Chopra

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે હવામાનની અડચણો વચ્ચે ટેસ્ટ મેચનો જંગ ખેલાઇ રહ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ મેચમાં પ્રથમ દિવસની મજા હવામાને બગાડી દીધી છે. જેને લઇને નિર્ધારિત ઓવરની રમત રમાઇ શકી નથી. આ દરમ્યાન કોમેન્ટેટર આકાશ ચોપડા (Aakash Chopra) એ ICC ના એક નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ICC એ ફાઇનલ મેચમાં ત્રણ-ત્રણ રિવ્યુ બંને ટીમોને આપ્યા છે. જેને લઇને તેણે સવાલ કર્યા છે.

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતરી હતી. બીજા દિવસે શરુ થઇ શકેલી ટેસ્ટ મેચ 64.4 ઓવર રમાઇને ઝાંખા પ્રકાશને લઇ અટકી ગઇ હતી. જે બાદમાં ત્રીજા દિવસની રમત સુધી ટાળી દેવામાં આવી હતી. જે દરમ્યાન ભારતીય ટીમે 146 રન 3 વિકેટ ગુમાવી ને બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી અને અજીંકય રહાણે રમત ટળવાલ દરમ્યાન ક્રિઝ પર હતા.

આકાશ ચોપડાનુ માનવુ છે કે, ફાઇનલ મેચ ન્યુટ્રલ સ્થાન પર રમાઇ રહી છે. અમ્પાયરો પણ ન્યુટ્રલ છે. તો રિવ્યુની સંખ્યા આટલી વધારે કેમ છે. ચોપડાએ કહ્યુ હતુ કે, જ્યારે મેચ તટસ્થ સ્થળ પર રમાઇ રહી છે અને બંને અંપાયરો તટસ્થ છે. તો બંને ટીમોને ત્રણ-ત્રણ રિવ્યુ કેમ આપવામાં આવ્યા છે. આ સમજણ થી બહાર છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ફાઇનલ મેચ માટે મિશેલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થ તથસ્ટ અમ્પાયરો તરીકે અમ્પાયરીંગ કરી રહ્યા છે. જોકે આઇસીસી દ્રારા બંને કેપ્ટનને ત્રણ ત્રણ રિવ્યુ આપવામાં આવ્યા છે. જેથી અમ્પાયરો તરફ થી કોઇ ક્ષતીઓને સ્થાન ના રહે.

કોરોના કાળને લઇ રિવ્યુ સંખ્યા વધારી હતી

ICC એ કોરોના કાળને ધ્યાને રાખીને ગત વર્ષે ત્રણ-ત્રણ રિવ્યુ આપવાની શરુઆત કરી હતી. જોકે તે માટે કારણ એમ હતુ કે, અમ્પાયરો કોરોના વાયરસને લઇ એક બીજા દેશમં પ્રવાસ ખેડતા નહોતા. જેથી સ્થાનિક અમ્પાયરોની ક્ષતીઓને ટાળવા માટે રિવ્યુ સંખ્યા વધારવામાં આવી હતી. આમ હવે તટસ્થ અમ્પાયરીંગને લઇને રિવ્યુ સંખ્યા પ્રમાણમાં વધારે હોવાનો સવાલ ઉઠાવ્યો છે.

Next Article