WTC 2021: કેમ પડી શકે છે કોહલી ન્યુઝીલેન્ડની ટીમ પર ભારે, જુઓ કોહલીના ઇંગ્લેંડ પ્રવાસના પ્રદર્શન

|

May 25, 2021 | 1:25 PM

વિશ્લેષકો પણ કોનુ પલડુ ભારે અને કોનુ નમતુ તેના અનુમાન લગાવવામાં વ્યસ્ત બની ચુક્યા છે. જોકે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને લઇને પણ અનુમાનો લગાવાઇ રહ્યા છે કે, તેનો દેખાવ કેવો રહેશે.

WTC 2021: કેમ પડી શકે છે કોહલી ન્યુઝીલેન્ડની ટીમ પર ભારે, જુઓ કોહલીના ઇંગ્લેંડ પ્રવાસના પ્રદર્શન
Virat Kohli

Follow us on

WTC 2021: ભારતીય ટીમ (Team India) હવે આગામી સપ્તાહે ઇંગ્લેંડ માટે રવાના થનારી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ટ્રોફી પોતાના હાથોમાં ઉઠાવતી જોવાનો ખેલાડીઓને ખૂબ ઉત્સાહ છે. આ સપનાને સાકાર કરવા ટીમ ઇન્ડીયાએ ફાઇનલમાં તમામ અનુભવ અને આવડતને નિચોવી દેવી પડશે.

વિશ્લેષકો પણ કોનુ પલડુ ભારે અને કોનુ નમતુ તેના અનુમાન લગાવવામાં વ્યસ્ત બની ચુક્યા છે. જોકે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને લઇને પણ અનુમાનો લગાવાઇ રહ્યા છે કે, તેનો દેખાવ કેવો રહેશે.

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ફાઇનલ મેચમાં વિરાટ કોહલી મજબૂતાઇથી ઉભરી શકે છે. આ માટે વિરાટ કોહલીના ઇંગ્લેંડ ના બે પ્રવાસ પર નજર કરવી જરુરી છે. એક માં તે પુર્ણ રીતે નિષ્ફળ દર્શાવાઇ રહ્યો છે, તો બીજામાં તે એક દમ સફળ રીતે ઉભરી આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઇંગ્લેંડ પ્રવાસ 2014માં કોહલી નુ પ્રદર્શન
વર્ષ 2014માં વિરાટ કોહલી એ ઇંગ્લેંડનો પ્રથમ પ્રવાસ ખેડ્યો હતો. જે પ્રવાસ કોહલી જ નહી ટીમ ઇન્ડીયા માટે ખૂબ જ ખરાબ નિવડ્યો હતો. જે પ્રવાસમાં કોહલીનુ બેટ તો ના જ ચાલ્યુ પરંતુ સાથે ટીમ ઇન્ડીયાને એક પણ જીત નસીબ નહોતી થઇ. ઇંગ્લેંડના પેસ એટેક સામે વિરાટ કોહલીની બેટીંગ સાવ નબળી ગુણવત્તાની રહી હતી. તેણે 10 ઇનીંગ રમીને માત્ર 134 રન બનાવ્યા હતા. આમ માત્ર 13.4 ની સરેરાશ થી બેટીંગ કરી હતી. જ્યારે ટીમમાં તેનુ યોગદાન માત્ર 5.3 ટકા જ હતુ.

કોહલીનો 2018 માં સફળ ઇંગ્લેંડ પ્રવાસ
ચાર વર્ષ બાદ ખરાબ ભૂતકાળને ભૂલવવા જાણે કે વિરાટ કોહલી ઇંગ્લેંડ ની ધરતી પર પહોંચ્યો હતો. વિરાટ કોહલીએ 2018 ના પ્રવાસ દરમ્યાન ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 10 ઇનીંગમાં 593 રન બનાવ્યા હતા. કોહલીએ આ પ્રવાસમાં 59.3 ની સરેરાશ થી રમત રમી હતી. વિરાટ કોહલીએ પ્રવાસ દરમ્યાન 2 શત અને 5 અર્ધશતક લગાવ્યા હતા. ટીમમાં તેનુ યોગદાન પ્રવાસ દરમ્યાન 24.2 ટકા રહ્યુ હતુ. ટીમમાં પાંચ વાર તો ટોપ સ્કોરર રહ્યો હતો.

ત્રીજો પ્રવાસ WTC ફાઇનલ સાથે શરુ થશે
કોહલી આ વખતે ઇંગ્લેંડનો તેનો ત્રીજો પ્રવાસ ખેડશે. શરુઆત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાથે કરશે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલને લઇને કોહલી અને તેની ટીમ ખૂબ જ ઉત્સાહીત છે. કારણ કે ટેસ્ટ વર્લ્ડ કપ જીતી લેવાની પ્રબળ ઇચ્છા છે. જોકે હવે બીજા પ્રવાસ બાદ કોહલી તેનો ઇંગ્લેંડ નો અનુભવ અને તેની રમતને ન્યુઝીલેન્ડ સામે અજમાવવામાં કોઇ કચાસ નહી રાખે. આમ કોહલી કિવી ટીમ સામે મજબૂત પડકાર બની શકે છે.

Published On - 1:22 pm, Tue, 25 May 21

Next Article