World Cup 2023 : રિઝર્વ ડે, સુપર ઓવર અને ઘણું બધું, જાણો વર્લ્ડ કપ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો કે જે તમે જાણવા માગો છો

વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. યજમાન ભારતની પ્રથમ મેચ રવિવારે 8 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. દરેકના મનમાં વર્લ્ડ કપ સાથે જોડાયેલા અનેક સવાલો હશે. તેમની વચ્ચે કેટલાક પ્રશ્નો છે જે દરેક મેચ સાથે ઉભા થાય છે. આવા જ કેટલાક સવાલોના જવાબ તમને અહીં મળશે.

World Cup 2023 : રિઝર્વ ડે, સુપર ઓવર અને ઘણું બધું, જાણો વર્લ્ડ કપ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો કે જે તમે જાણવા માગો છો
World Cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 7:24 AM

ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) 12 વર્ષ પછી ભારતમાં પાછો ફર્યો છે અને આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થઈ રહી છે. 2011 માં, ટૂર્નામેન્ટનું આયોજન ભારત (India), શ્રીલંકા અને બાંગ્લાદેશ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે ફક્ત ભારત જ સમગ્ર વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. 1987 પછી પહેલીવાર વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાઈ રહ્યો છે. ગત વખતે પણ ટૂર્નામેન્ટ ભારત અને પાકિસ્તાન (Pakistan) માં રમાઈ હતી.

પ્રથમ મેચ ક્યાં અને ક્યારે રમાશે ?

વર્લ્ડ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને છેલ્લી રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. યજમાન ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વિશ્વ કપમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે ?

2019માં ઈંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપની જેમ આ વખતે પણ માત્ર 10 ટીમો જ ભાગ લઈ રહી છે. યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

ટુર્નામેન્ટનું ફોર્મેટ શું છે ?

ટુર્નામેન્ટનું ફોર્મેટ પણ પહેલા જેવું જ છે – રાઉન્ડ રોબિન. આમાં દરેક ટીમ અન્ય ટીમો સાથે એક-એક મેચ રમશે. એટલે કે દરેક ટીમ 9 મેચ રમશે.

કયા શહેરોમાં આ મેચો રમાશે ?

વર્લ્ડ કપ માટે કુલ 10 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે – અમદાવાદ, મુંબઈ, ધર્મશાલા, નવી દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, લખનૌ અને પુણે.

સેમી ફાઈનલ અને ફાઈનલ ક્યારે અને ક્યાં થશે ?

વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચ 15 અને 16 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમી ફાઈનલ 15 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં જ્યારે બીજી સેમી ફાઈનલ 16 નવેમ્બરે ઈડન ગાર્ડન્સ કોલકાતા ખાતે યોજાશે. જો કે આમાં પણ એક શરત છે. જો ભારતીય ટીમ સેમી ફાઈનલમાં પહોંચશે તો તેની મેચ મુંબઈમાં જ યોજાશે પરંતુ જો સેમી ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે તો આ મેચ કોલકાતામાં જ રમાશે. ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ટીમોને કેટલા પોઈન્ટ મળશે ?

જો મેચ જીતવામાં આવે છે, તો 2 પોઈન્ટ આપવામાં આવશે અને જો મેચ રદ્દ થાય છે તો બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચવામાં આવશે. સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ટોચની 4 ટીમ સેમી ફાઈનલ અને પછી ફાઈનલમાં જશે. પ્રથમ સેમી ફાઈનલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમનો મુકાબલો ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે. બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો બીજી સેમી ફાઈનલમાં સામ-સામે ટકરાશે.

સમાન પોઈન્ટ હશે તો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે ?

જો કોઈપણ બે કે ત્રણ ટીમોના પોઈન્ટ સમાન હોય તો આવી સ્થિતિમાં વધુ મેચ જીતનારી ટીમ ટોપ પર રહેશે. જો ટીમો દ્વારા જીતવામાં આવેલા પોઈન્ટ અને મેચોની સંખ્યા સમાન હશે તો નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે. જો અહીં પણ ટાઈ થાય છે, તો તે ટીમો વચ્ચેની મેચના પરિણામના આધારે પોઈન્ટ ટેબલમાં રેન્કિંગ નક્કી કરવામાં આવશે. જો તે મેચ પણ રદ્દ થાય છે, તો ટુર્નામેન્ટની શરૂઆતમાં બંને ટીમોના સીડિંગના આધારે સ્થાન નક્કી કરવામાં આવશે.

કેટલી મેચો માટે રિઝર્વ ડે રહેશે ?

રિઝર્વ ડે ની જોગવાઈ માત્ર સેમી ફાઈનલ અને ફાઈનલ માટે જ છે. આ ત્રણેય મેચ માટે એક-એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે, નિયમો અનુસાર, અમ્પાયરોનો પ્રથમ પ્રયાસ તે જ દિવસે મેચ સમાપ્ત કરવાનો રહેશે, પછી ભલે ઓવર કાપવામાં આવે. કોઈપણ પરિસ્થિતિમાં, મેચ પૂર્ણ કરવા (પરિણામ મેળવવા માટે), ઓછામાં ઓછી 20-20 ઓવરની મેચ હોવી જરૂરી છે.

રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ નહીં થાય તો શું ?

જો આમ નહીં થાય તો રિઝર્વ ડે પર જ્યાંથી મેચ રોકાઈ હતી ત્યાંથી જ શરૂ થશે. જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ નહીં થાય તો પોઈન્ટ ટેબલમાં જે પણ ટીમ ટોપ પર હશે તે ફાઈનલમાં જશે. એટલે કે ફાઈનલ પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે થશે. જો ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે પણ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

શું નિર્ણય 2019 વર્લ્ડ કપની જેમ ‘બાઉન્ડ્રી કાઉન્ટ’ પર આધારિત હશે ?

2019 વર્લ્ડ કપ ફાઈનલમાં થયેલા વિવાદ બાદ ICCએ આ નિયમને ખતમ કરી દીધો હતો. હવે સુપર ઓવર ટાઈના કિસ્સામાં, સુપર ઓવર ફરીથી રમાશે અને જ્યાં સુધી વિજેતા નક્કી ન થાય ત્યાં સુધી આ થશે. આ નિયમ પ્રથમ મેચથી ફાઈનલ સુધી લાગુ રહેશે. જો મેચ સેમી ફાઈનલમાં ટાઈ થાય છે પરંતુ કોઈ પણ સંજોગોમાં સુપર ઓવર શક્ય ન હોય તો પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમ ફાઈનલમાં પહોંચશે.

મેચો કેટલા વાગ્યે શરૂ થશે ?

5 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે વર્લ્ડ કપમાં કુલ 45 લીગ મેચ, 2 સેમી ફાઈનલ અને 1 ફાઈનલ, એટલે કે કુલ 48 મેચો રમાશે. આમાંથી, લીગ તબક્કાની 6 મેચો ‘ડે-મેચ’ અને બાકીની તમામ ‘ડે-નાઈટ’ (સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત) હશે. ડે-મેચો સવારે 10.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે, જ્યારે ડે-નાઈટ મેચો બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ઓસ્ટ્રેલિયાનો સુપરસ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ રનિંગ કરી 8408 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

મેચો ક્યાં જોઈ શકાશે ?

આ તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર જોઈ શકાશે. ટીમ ઈન્ડિયાની મેચો ડીડી સ્પોર્ટ્સ પર પણ જોઈ શકાય છે. Hotstar પર ઓનલાઈન સ્ટ્રીમિંગ જોઈ શકાય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">