Pakistan : પાકિસ્તાની ખેલાડીઓ પોતાની જ ટીમનું અપમાન કરી રહ્યા છે, જુઓ Video
બાબર આઝમ અને તેની ટીમ ભારતની ધરતી પર રમાઈ રહેલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ તેમના જ ભૂતપૂર્વ ખેલાડીઓ તેમની ટીમનું મનોબળ તોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓની એક શો માં વાતચીતનો વીડિયો વાયરલ થયો છે.
બાબર આઝમ (Babar Azam) એન્ડ કંપની હાલમાં ભારતમાં વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બનવાના લક્ષ્ય સાથે ભારતમાં રમી રહ્યા છે. પાકિસ્તાન (Pakistan) નો દરેક ખેલાડી મહેનત કરી રહ્યો છે. પરંતુ બીજી તરફ પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ પોતાની જ ટીમ પર સવાલો ઉઠાવી ટીમનું મનોબળ (morale) તોડવાની વાતો કરી રહ્યા છે.
વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાની ટીમનું મનોબળ તોડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ, મિસ્બાહ ઉલ હક અને પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે બાબર એન્ડ કંપની પર એવી કમેન્ટ્સ કરી છે જેને જાણીને દરેકને આશ્ચર્ય થશે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાની ટીમ પર સવાલો ઉઠાવ્યા
વસીમ અકરમ અને મિસ્બાહ ઉલ હકે કેટલીક જગ્યાએ પાકિસ્તાની ટીમ પર સવાલો ઉઠાવ્યા હતા. મિસ્બાહે કહ્યું કે પાકિસ્તાની ટીમ ચોક્કસપણે વિશ્વની નંબર 1 બની છે પરંતુ તેણે નબળી ટીમોને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે. વસીમ અકરમે કહ્યું કે હાલમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની રેન્કિંગ ઓછી છે પરંતુ તે ટીમો ખતરનાક છે.
We became no. 1 in ODIs by beating Australia’s C team and New Zealand’s D team – Misbah ul Haq pic.twitter.com/UafJjZbAuM
— Ghumman (@emclub77) October 5, 2023
C અને D ટીમોએ પાકિસ્તાને હાર આપી
મિસ્બાહ-ઉલ-હકે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની C અને D ટીમોએ પાકિસ્તાને હાર આપી હતી. જે બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પોઈન્ટ મેળવ્યા હતા. આવી સ્થિતિમાં રેટિંગમાં કોઈ ફરક પડતો નથી. બીજી તરફ વસીમ અકરમે પણ કહ્યું કે આપણે નંબર 1 બનવાની ઉજવણી ન કરવી જોઈએ. જ્યારે આપણે સતત 6 મહિના સુધી નંબર 1 રહીએ છીએ, ત્યારે આપણે ઉજવણી કરવી જોઈએ.
પાકિસ્તાન માટે વર્લ્ડ કપ મુશ્કેલ રહેશે
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે બાબર એન્ડ કંપની માટે આ વર્લ્ડ કપ આસાન નહીં હોય. મોહમ્મદ આમિરના મતે, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમો પણ એશિયાઈ સ્થિતિમાં પાકિસ્તાનને સખત ટક્કર આપશે. તાજેતરમાં એશિયા કપમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું, તેથી આવી સ્થિતિમાં તેમના માટે પણ મોટો ખતરો હશે. જોકે, પાકિસ્તાન ટીમ માટે સૌથી મોટો ખતરો એ છે કે તેનું પેસ બોલિંગ આક્રમણ મોંઘુ સાબિત થઈ રહ્યું છે. બંને વોર્મ-અપ મેચમાં પાકિસ્તાની બોલરોનો ખરાબ રીતે પરાજય થયો હતો. હવે જોવાનું એ રહે છે કે તે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે.
આ પણ વાંચો : Pakistan : પહેલી જ મેચમાં નેધરલેન્ડે પાકિસ્તાનની 4 મોટી નબળાઈઓનો પર્દાફાશ કર્યો
10 ઓક્ટોબરે શ્રીલંકા સામે પાકિસ્તાનનો મુકાબલો
પાકિસ્તાનનો પ્રથમ મુકાબલો નેધરલેન્ડ સામે થયો હતો જેમાં તેમને જીત મળી હતી, હવે આગામી મુકાબલો 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે થશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. મતલબ નેધરલેન્ડ સાથેની મેચ બાદ તેમની તમામ મેચો મજબૂત ટીમો સામે થવાની છે.