WCL 2025ના ટાઈટલ સ્પોન્સરની થઈ જાહેરાત, યુવરાજ-રૈના સહિત દિગ્ગજો મચાવશે ધમાલ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની પહેલી સિઝનની સફળતા બાદ હવે બીજી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા સિઝન 2 ના સ્પોન્સરની જાહેરાત કરવામાં આવી હતી. દુબઈની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ડેવલપર્સ ડુગાસ્તા પ્રોપર્ટીઝ WCL 2025ની સ્પોન્સર બની છે.

દુબઈના સૌથી વિશ્વસનીય રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ડેવલપર્સમાંના એક, ડુગાસ્તા પ્રોપર્ટીઝની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) સિઝન-2 ના ટાઈટલ સ્પોન્સર તરીકે જાહેરાત કરવામાં આવી છે. WCL એક વૈશ્વિક T20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેમાં દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે.
ગેલ-યુવરાજ-રૈના સહિત દિગ્ગજો ભાગ લેશે
WCL 2025 ટુર્નામેન્ટમાં વિશ્વભરના અનેક રિટાયર્ડ દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. જેમાં એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, બ્રેટ લી, ક્રિસ લિન, ઈયોન મોર્ગન, એલિસ્ટર કૂકનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં ભારતના યુવરાજ સિંહ, શિખર ધવન, સુરેશ રૈના અને રોબિન ઉથપ્પા પણ રમશે.
WCL 2025ના સ્પોન્સર બનવું સન્માનની વાત
ડુગાસ્તા પ્રોપર્ટીઝના ચેરમેન તૌસીફ ખાને આ ટુર્નામેન્ટના સ્પોન્સર બન્યા બાદ જણાવ્યું હતું કે, “ડુગાસ્તા પ્રોપર્ટીઝ માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ના ટાઈટલ સ્પોન્સર બનવું એ એક સન્માનની વાત છે. ક્રિકેટ ફક્ત એક રમત કરતાં વધુ છે, તે એક વારસો છે. આ વૈશ્વિક ભાગીદારી દ્વારા, અમે વિશ્વના દરેક ખૂણાના ક્રિકેટ પ્રેમીઓને એક કરીને રમતની ઉજવણી કરીએ છીએ.
WCL એક વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ
ITW કન્સલ્ટિંગ DMCCના સહ-સ્થાપક અને ડિરેક્ટર વિવેક ચંદ્રાએ કહ્યું, “WCL એક વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ છે, જેમાં ખેલાડીઓ અને સંચાલકોએ પોટઔ 100 % આપ્યું હતું, જે ડુગાસ્તા પ્રોપર્ટીઝના 100 % ડીલની વિચારસરણી સાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. લાંબા ગાળાનું વિઝન WCLને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ પાર્ટનરશિપ વ્યૂહાત્મક સુમેળ અને હેતુની સહિયારી ભાવના લાવે છે જે બંને બ્રાન્ડ્સની પ્રગતિને વેગ આપશે.”
ઈંગ્લેન્ડના ચાર શહેરમાં યોજશે ટુર્નામેન્ટ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 18 જુલાઈ, 2025ના રોજ ઈંગ્લેન્ડના ચાર શહેર બર્મિંગહામ, લીડ્સ, નોર્થમ્પ્ટનશાયર અને લેસ્ટરમાં શરૂ થશે. એજબેસ્ટન,હેડિંગલી, કાઉન્ટી ગ્રાઉન્ડ અને ગ્રેસ રોડ સ્ટેડિયમ ખાતે આ મેચો યોજાશે. દિગ્ગજ ક્રિકેટરોની મેદાનમાં વાપસી, ફેન્સનો ઉત્સાહ અને અને ડુગાસ્તા પ્રોપર્ટીઝની ભાગીદારીથી WCL 2025 વર્ષની સૌથી સફળ ક્રિકેટ ટુર્નામેન્ટ બનવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: IND vs ENG: બુમરાહ અને ઝહીર પણ જ્યાં ફેલ થયા..ત્યાં આકાશદીપે 8મી ટેસ્ટમાં 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
