IND vs AUS, WWC 2022: ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઝુલન ગોસ્વામીએ બનાવ્યો મોટો રેકોર્ડ, પહેલી મહિલા બોલર બની

ઝુલન ગોસ્વામી (Jhulan Goswami)એ 199 વનડેમાં 21.83ની એવરેજથી 250 વિકેટ લીધી છે, જેમાં 31 રનમાં 6 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

IND vs AUS, WWC 2022: ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઝુલન ગોસ્વામીએ બનાવ્યો મોટો રેકોર્ડ, પહેલી મહિલા બોલર બની
Jhulan Goswami (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 12:12 PM

Jhulan Goswami: ઝુલન ગોસ્વામી મહિલા ક્રિકેટની સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. આ જ કારણ છે કે તે હવે જે પણ મેચ રમે છે, જે પણ સિરીઝ રમે છે, તેના નામે ચોક્કસ રેકોર્ડ નોંધાય છે. ICC મહિલા વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022)ની ઓસ્ટ્રેલિયા (Australia) સામેની મેચમાં પણ ઝુલને એક મોટી સિદ્ધિ મેળવી છે. આ રેકોર્ડ બનાવનારી તે પ્રથમ મહિલા બોલર છે. એટલે કે તેના પહેલા કોઈ મહિલા બોલરે આવું કર્યું નથી. આશ્ચર્યજનક વાત એ છે કે ઝુલને (Jhulan Goswami) આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે બોલ અને બેટ ઉપાડ્યા વગર જ બનાવ્યો છે.

હવે તમે વિચારતા જ હશો કે એવો કયો રેકોર્ડ છે, જેનો તાળો ઝુલન ગોસ્વામીએ વણ્યો છે તો આ રેકોર્ડ સૌથી વધુ વનડે રમનારી મહિલા બોલર સાથે સંબંધિત છે, જેમાં ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એ એક નવી ઊંચાઈને સ્પર્શી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ઝુલન ગોસ્વામીની ‘ડબલ સેન્ચુરી

ICC મહિલા વિશ્વ કપ 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી મેચ ઝુલન ગોસ્વામીની ODI કારકિર્દીની 200મી મેચ છે. આટલી બધી ODI મેચ રમનારી તે પ્રથમ મહિલા બોલર છે. આ પહેલા રમાયેલી 199 વનડેમાં તેણે 21.83ની એવરેજથી 250 વિકેટ લીધી છે, જેમાં 31 રનમાં 6 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ દરમિયાન તેણે બે વખત 5 વિકેટ લીધી છે.

મિતાલી પછી ઝુલન બીજી ખેલાડી છે

ઝુલન 200મી ODI મેચ રમનારી પ્રથમ મહિલા બોલર બની, સાથે સાથે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં આટલી બધી ODI રમનારી માત્ર બીજી ખેલાડી બની. તેના પહેલા અત્યાર સુધી આ સિદ્ધિ ઝુલનની એકમાત્ર નજીકની મિત્ર અને ટીમ ઈન્ડિયાની અનુભવી કેપ્ટન મિતાલી રાજના નામે હતો. મિતાલીએ 229 મેચ રમી છે.

ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ઝુલનની આ ત્રીજી સિદ્ધિ છે. 200 વનડે રમવાની સિદ્ધિ પહેલા તેણીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સિવાય તેણે આ વર્લ્ડ કપ દરમિયાન 250 વનડે વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

જો ICC મહિલા વિશ્વ કપ 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી મેચ ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ની 200મી ODI છે. તો ઓસ્ટ્રેલિયન ખેલાડી બેથ મૂનીની કારકિર્દીની આ 50મી ODI મેચ પણ છે.

આ પણ વાંચો : India vs Australia, Women’s World Cup 2022, Live Score : ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ, ભારતે 277 રન કર્યા

g clip-path="url(#clip0_868_265)">