Women’s World Cup 2022: ભારતે વિશ્વકપમાં પ્રથમ વાર કર્યો કમાલ, 318 રનનુ આપ્યુ લક્ષ્ય, સ્મૃતિ અને હરમનની સદી

|

Mar 12, 2022 | 10:40 AM

Women’s World Cup 2022: ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને 318 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

Women’s World Cup 2022: ભારતે વિશ્વકપમાં પ્રથમ વાર કર્યો કમાલ, 318 રનનુ આપ્યુ લક્ષ્ય, સ્મૃતિ અને હરમનની સદી
Smriti Mandhana અને Harmanpreet Kaur એ શાનદાર સદી નોંધાવી

Follow us on

ICC મહિલા વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022) માં વેસ્ટ ઈન્ડિઝના વિજય રથને રોકવા માટે ભારતીય ટીમ કંઈ પણ કરવા તૈયાર છે. બેટિંગમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતની શરુઆત જોરદાર હતી. ભારતે ODI વર્લ્ડકપમાં એવુ કર્યું જે પહેલા નથી કર્યું. સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ના કારણે આ શક્ય બન્યું, જેમણે પોતાની સદીની ઇનિંગ્સથી ભારતીય સ્કોર બોર્ડને ચાર ચાંદ લગાવી દીધા. ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા.

મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે 300 પ્લસ રનનો કુલ સ્કોર બોર્ડ પર મૂક્યો છે. આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ કુલ સ્કોર 6 વિકેટે 284 રન હતો જે તેણે 2013 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વેસ્ટ ઈન્ડિઝનો વિજય રથ ભારત મોટા સ્કોર સાથે રોકશે

આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ જીતના રથ પર સવાર છે. તેણે પોતાની છેલ્લી બંને મેચમાં જીતની સ્ક્રિપ્ટ લખી છે. પરંતુ તેના માટે ભારતના ODI વર્લ્ડ કપમાં બનેલા સૌથી મોટા સ્કોરનો ભેદ પારખવો થોડો મુશ્કેલ બની રહેશે. વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવવા માટે 318 રન બનાવવા પડશે.

મંધાના અને હરમનનો મોટો સ્કોર

ભારતને 317 રન સુધી પહોંચાડવામાં તેની બે બેટ્સમેન સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનો મોટો હાથ હતો. આ બંનેએ ભારતને વર્લ્ડ કપમાં તેના સૌથી મોટા સ્કોર સુધી પહોંચાડવામાં સદીની ઇનિંગ લખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 184 રનની ભાગીદારી થઈ હતી.

 

આ પણ વાંચોઃ IND W vs WI W: હરમનપ્રીતે જમાવી સદી, વેસ્ટ ઇન્ડિઝ પર સ્મૃતિ બાદ વધુ એક ખેલાડીએ ધમાલ મચાવી

આ પણ વાંચોઃ IPL 2022: T20 વિશ્વકપ જીતનારા ખેલાડીને KKR એ પોતાની સાથે જોડ્યો, ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સનુ લેશે સ્થાન

 

Published On - 10:29 am, Sat, 12 March 22

Next Article