Women’s IPL: આ આ ત્રણ ટીમો માર્યુ મેદાન, IPL માં હિટ ટીમો હવે WPL માં પણ દમ દેખાડશે

|

Jan 25, 2023 | 9:52 PM

CSK, GT અને LSG સિવાય બાકીની 7 ટીમોએ મહિલા લીગ માટે હરાજીમાં હિસ્સો લીધો હતો, આ સિવાય અન્ય 10 કંપનીઓ પણ મેદાને હતી. જેમાં અમદાવાદની ટીમ માટે સૌથી ઉંચી બોલી બોલાઈ હતી.

Womens IPL: આ આ ત્રણ ટીમો માર્યુ મેદાન, IPL માં હિટ ટીમો હવે WPL માં પણ દમ દેખાડશે
Women's IPL: આઈપીએલની 3 ફ્રેન્ચાઈઝીઓ માલીક બની

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે આગામી માર્ચ મહિનામાં મહિલા ક્રિકેટ લીગ શરુ થઈ રહી છે. મહિલા પ્રીમિયર લીગ ની 5 ટીમો માટે બુધવારે ઓક્શન થયુ હતુ. જેને લઈ BCCI એ તમામ પાંચેય ટીમોની બોલી અને ફ્રેન્ચાઈઝી માલીકો અંગેની વિગતો જાહેર કરી હતી. BCCI દ્વારા મહિલા પ્રીમિયર લીગના એલાન સાથે ફ્રેન્ચાઈઝીઓનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમદાવાદની ટીમ માટે સૌથી ઉંચી બોલાઈ હતી. જેને અદાણી ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી હતી. BCCI ને મહિલા ટીમોના વેચાણથી 4669.99 કરોડ રુપિયાની કમાણી થઈ હતી.

મહિલા IPL માં હવે અમદાવાદ, દિલ્લી, મુંબઈ, બેંગ્લુરુ અને લખનૌ જેવી ટીમોને મેદાનમાં ઉતરતી જોઈ શકાશે. આ હરાજીમાં પુરુષ આઈપીએલ ટીમની ફ્રેન્ચાઈઝીના માલિકોએ પણ ટેન્ડર અને તેના દસ્તાવેજો મેળવ્યા હતા. પરંતુ બાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ હરાજીમાંથી હટી ગઈ હતી. આમ આ સિવાયની બાકીની 7 ટીમોની ફ્રેન્ચાઈઝી હરાજીમાં સામેલ રહી હતી. જોકે તેમાંથી દિલ્લી, મુંબઈ અને બેંગ્લુરુ આઈપીએલ ટીમો મહિલા લીગની ફ્રેન્ચાઈઝી ખરીદવામાં સફળ રહી હતી.

3 આઈપીએલ ટીમોએ મારી બાજી

બીસીસીઆઈએ ઓક્શન બાદ 5 ટીમો અને તેના માલિકો અંગેની વિગતો જાહેર કરી હતી. જેમાં સૌથી ઉંચી બોલી 1289 કરોડ રુપિયાની અમદાવાદની ટીમ માટે બોલાઈ હતી. અદાણી સ્પોર્ટ્સલાઈને આ બોલી બોલી હતી અને સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી પોતાના નામે કરી હતી. જ્યારે કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનૌની ફ્રેન્ચાઈઝી ખરીદ કરી હતી. આ માટે કેપ્રીએ રુપિયા 757 કરોડ રુપિયા ખર્ચ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પુરુષ આઈપીએલની 10 ટીમોમાંથી 7 ફ્રેન્ચાઈઝીઓએ બોલી લગાવી હતી. જેમાં માત્ર ત્રણ જ મહિલા ટીમના માલિક બનવામાં સફળ રહ્યા હતા. એટલે હવે આ ત્રણ ફ્રેન્ચાઈઝીઓ પુરુષ અને મહિલા એમ બંને ક્રિકેટ લીગના માલીક બન્યા છે. જેમાં દિલ્લી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીઓનો સમાવેશ થાય છે.

મુંબઈ માટે 912 કરોડ ખર્ચાયા

ત્રણ ટીમોમાં મુંબઈ ઈન્ડિયન્સે 912 કરોડ રુપિયા ખર્ચ કરી મુંબઈની ટીમ ખરીદી હતી. આમ રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝની કંપની ઈન્ડિયાવીન સ્પોર્ટ્સે માલિકી હક મેળવ્યો હતો. આરસીબીએ 901 કરોડ ખર્ચીને બેંગ્લોરની ટીમ ખરીદી હતી. જ્યારે દિલ્લી કેપિટલ્સે મહિલા ટીમના માલિક બનવા માટે 810 કરોડ રુપિયા ખર્ચ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ આવી જ એક ફ્રેન્ચાઈઝી હતી, જે આ વખતે નિષ્ફળ ગઈ હતી, પરંતુ કોલકાતા ફ્રેન્ચાઈઝીનું વેચાણ ન થતું જોઈને અને ભવિષ્યમાં લીગના વિસ્તરણની શક્યતાઓને જોઈને KKR એ ખાતરી આપી કે તેઓ તેના માટે ફરીથી પ્રયત્ન કરશે.

 

 

Next Article