AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

34 વર્ષની ખેલાડીએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, એશિયા કપમાં પહેલીવાર આવું બન્યું

મહિલા એશિયા કપ 2024ની સાતમી મેચમાં શ્રીલંકાના બેટ્સમેન ચમરી અટાપટ્ટુએ રેકોર્ડબ્રેક ઈનિંગ રમી હતી. તેણીએ શાનદાર સદી ફટકારી ટીમને યાદગાર જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ખાસ વાત એ હતી કે સદી ફટકારી તેણીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

34 વર્ષની ખેલાડીએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, એશિયા કપમાં પહેલીવાર આવું બન્યું
Chamari Athapaththu
| Updated on: Jul 22, 2024 | 6:29 PM
Share

મહિલા એશિયા કપ 2024ની સાતમી મેચ શ્રીલંકા અને મલેશિયાની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમે આસાન વિજય હાંસલ કર્યો હતો. ટૂર્નામેન્ટમાં શ્રીલંકાની આ બીજી જીત છે. આ જીત સાથે તે સેમિફાઈનલની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આ મેચમાં શ્રીલંકાના બેટ્સમેનની ઐતિહાસિક ઈનિંગ જોવા મળી હતી. આ ખેલાડીએ એક એવું કારનામું કર્યું જે T20 મહિલા એશિયા કપના ઈતિહાસમાં આ પહેલા કોઈ બેટ્સમેન કરી શક્યું નથી.

34 વર્ષની ખેલાડીએ રચ્યો ઈતિહાસ

ચમરી અટાપટ્ટુએ આ મેચમાં શ્રીલંકા માટે કેપ્ટનશિપની ઈનિંગ રમી અને ઘણા રેકોર્ડ બનાવ્યા. ચમરી અટાપટ્ટુએ આ મેચમાં 69 બોલમાં અણનમ 119 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે ચમરી અટાપટ્ટુ T20 મહિલા એશિયા કપમાં સદી ફટકારનારી પ્રથમ બેટ્સમેન પણ બની ગઈ છે. આ તેની T20 કારકિર્દીની ત્રીજી સદી હતી. આ સિવાય શ્રીલંકામાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ મહિલા બેટ્સમેને T20માં સદી ફટકારી હોય.

પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો

ચમરી અટાપટ્ટુએ પણ આ ઈનિંગ સાથે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. વાસ્તવમાં, આ T20માં શ્રીલંકા માટે કોઈપણ બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી ઈનિંગ્સ છે. આ પહેલા પણ આ રેકોર્ડ તેના નામે જ હતો. આ પહેલા ચમરી અટાપટ્ટુએ 113 રનની ઈનિંગ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે 119 રનની ઈનિંગથી તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

શ્રીલંકાની ટીમે આસાન વિજય મેળવ્યો

આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન ચમરી અટાપટ્ટુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયાની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. મલેશિયાની ટીમ 19.5 ઓવરમાં 40 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં શ્રીલંકાએ આ મેચ 144 રને જીતી લીધી, જે T20માં તેની સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: રાજ્યવર્ધન સિંહ રાઠોડે એથેન્સ ઓલિમ્પિકમાં શૂટિંગમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">