Asia Cup : મહિલા એશિયા કપ (Asia Cup)માં ભારતની રમત શાનદાર જોવા મળી રહી છે. ભારતે થાઈલેન્ડની ટીમને માત્ર 37 રન પર જ ઓલઆઉટ કરી હતી. આ તે ટીમ છે આ એ જ ટીમ છે જેણે થોડા દિવસ પહેલા પાકિસ્તાનને કચડી નાખ્યું હતું. તે રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ (Pakistan women’s cricket team) ને છેલ્લી ઓવર સુધી ફાઈટ કરી હાર આપી હતી પરંતુ હવે જ્યારે તેનો સામનો ભારતીય મહિલા ટીમ સામે થયો તો તેની રમત સારી ચાલી નહિ, અંતે પરિણામ એ આવ્યું કે, ટીમ માત્ર 37 રન બનાવીને જ પેવેલિયન પરત ફરી હતી. આ સ્કોર મહિલાઓના T20Iમાં બીજો સૌથી નબળો સ્કોર રહ્યો છે
પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ભારતની શાનદાર બોલિંગ સામે 20 ઓવર રમવી તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી. થાઈલેન્ડની આખી ટીમ માત્ર 15.1 ઓવરમાં ડગઆઉટમાં પરત ફરી ગઈ હતી.
ભારતની શાનદાર બોલિંગ સામે થાઈલેન્ડના 4 બેટસ્મેન તો ખોતું પણ ખોલાવી શક્યા નહિ. જ્યારે બેટિંગ લાઈન અપમાં માત્ર માત્ર એક જ ખેલાડીએ ડબલ ડિજિટનો સ્કોર કર્યો હતો. સૌથી વધુ રન બનાવનાર બેટ્સ્મેનનો સ્કોર 12 રન રહ્યો તો બીજા નંબર પર બેટ્સ્મેને 6 રનનો સ્કોર કર્યો હતો.
Sneh Rana bags the Player of the Match Award for her impressive three-wicket haul against Thailand as #TeamIndia register a clinical 9-wicket victory. 👏👏
Scorecard ▶️ https://t.co/1AVHjyOrSL…#AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/tBT0qD4g2f
— BCCI Women (@BCCIWomen) October 10, 2022
ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ સેન્હા રાણાએ લીધી છે આ સિવાય રાજેશ્વરી ગાયકવાડે 3 ઓવરમાં 8 રન આપી 2 વિકેટ લીધી હતી. દિપ્તી શર્માએ 4 ઓવરમાં 10 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ફાસ્ટ બોલરમાં માત્ર મેધના સિંહને 1 વિકેટ મળી હતી એટલે કે, જો થાઈલેન્ડને 37 રનમાં પેવેલિયન મોકલવાનું કામ ભારતીય ઝડપી બોલર કરતા સ્પિનરનો રોલ વધારે છે.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 ઓવરમાં એક વિકેટના નુકસાને 40 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી શેફાલી વર્મા બેટ્સમેન આઉટ થઈ હતી.
મહિલા એશિયા કપ 2022માં ભારતની 6 મેચમાં આ 5મી જીત છે. તેને 10 પોઈન્ટ છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પાકિસ્તાન બીજા અને શ્રીલંકા ત્રીજા નંબરે છે. બંનેના 8-8 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે બિસ્માહ મારૂફની ટીમ બીજા ક્રમે છે.