Sachin Tendulkarની મદદથી ખેડૂત પુત્રી ડોક્ટર બનવાનું સપનુ પુરુ કરી શકી, અભ્યાસ માટે કરી મદદ

|

Jul 28, 2021 | 11:21 PM

ખેડૂત પુત્રી નો પરિવાર આર્થીક સંકડામણ અનુભવતો હતો. તો બીજી તરફ લોકડાઉન દરમ્યાન ઓનલાઇન અભ્યાસની પણ સમસ્યા સતાવી રહી હતી. આ બધી જ સમસ્યાઓમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની મદદે દુર કરી દીધી હતી.

સમાચાર સાંભળો
Sachin Tendulkarની મદદથી ખેડૂત પુત્રી ડોક્ટર બનવાનું સપનુ પુરુ કરી શકી, અભ્યાસ માટે કરી મદદ
Sachin Tendulkar

Follow us on

સચિન તેંડુલકરે (Sachin Tendulkar) મહારાષ્ટ્રના એક ખેડૂતની પુત્રીના ડોક્ટર બનવાના સપનાને પુરુ કરવામાં મદદ કરી છે. સચિને રત્નાગીરીની 19 વર્ષની દિપ્તી વિશ્વાસરાવના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. જેનાથી તે પોતાના ગામ જોર્યાથી પ્રથમ ડોક્ટર બની શકી છે. સચિન તેંડુલકર અને તેમના સંગઠન સેવા સહયોગ ફાઉન્ડેશને દિપ્તીની દરેક પ્રકારે મદદ કરી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દિપ્તીને લોકડાઉન દરમ્યાન ઓનલાઈન અભ્યાસ માટે રોજીંદા મોબાઈલ નેટવર્ક માટે એક કિલોમીટર દૂર જવુ પડતુ હતુ. તેમના ગામમાં સ્થાયી ઈન્ટરનેટ સુવિધા નહોતી. આવામાં તે યોગ્ય રીતે ગામમાં ઓનલાઈન ક્લાસ મેળવી શકતી નહોતી. એનાથી તેના અભ્યાસ પર પણ અસર પડી રહી હતી. આ માટે યોગ્ય નેટવર્કની શોધમાં તે ઘરથી દૂર જતી હતી. દિપ્તીના પિતા ખેડૂત છે.

 

દિપ્તીએ નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ એટલે કે NEETમાં 720માંથી 574 પોઈન્ટ હાંસલ કર્યા હતા. બાદમાં અકોલાની સરકારી મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયુ હતુ. જોકે દિપ્તીના પરિવાર આર્થિક રુપથી સંઘર્ષ કરી રહ્યા હતા. કેટલાક સંબંધીઓની મદદથી શરુઆતની ફી તો જમા કરાવી દીધી હતી. પરંતુ હોસ્ટેલ અને બાકીના ખર્ચ માટે દિપ્તીએ પરેશાન રહેવુ પડતુ હતુ. આવામાં સચિન તેંડુલકરે તેમના પરિવારની મદદ કરી હતી. સચિન સંગઠન તરફથી તેને સ્કોલરશીપ મળી હતી. જેનાથી દિપ્તીનું કામ થઈ ગયુ હતુ.

 

દિપ્તીએ પણ મદદ કરવાનો કર્યો વાયદો

દિપ્તીએ કહ્યું હું સચિન તેંડુલકર ફાઉન્ડેશનની આભારી છુ. જેમણે મને સ્કોલરશીપ આપી છે. સ્કોલરશીપ મળવાને લઈને મારા તમામ આર્થિક ખર્ચ હળવા થઈ ચુક્યા છે. જેનાથી મને અભ્યાસ પર ધ્યાન આપવામાં મદદ મળી છે. મારૂ ડોક્ટર બનવાનું સપનુ હવે હકીકતમાં પુરૂ થવા આગળ વધી રહ્યુ છે.

 

હું અકોલાની સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છું. હું વાયદો કરુ છુ કે આકરી મહેનત કરીશ અને એક દિવસ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમના સપના પુરા કરવામાં મદદ કરીશ. જે રીતે સચિન તેંડૂલકર ફાઉન્ડેશને મારી મદદ કરી છે, હું પણ એમ જ કરીશ.

 

સચિન ફાઉન્ડેશને પાછળના 12 વર્ષમાં ચાર રાજ્યો અને 24 જીલ્લાના 833 વિદ્યાર્થીઓની મદદ કરી છે. આ વખતે સચિને ટ્વીટ કરીને કહ્યું દિપ્તીની સફર સપના જોવા અને તેને પુરા કરવાનું એક શાનદાર ઉદાહરણ છે. તેની કહાની બાકીના લોકોને પણ પોતાના લક્ષ્યને માટે આકરી મહેનત કરવા માટે પ્રેરિત કરશે. ભવિષ્ય માટે દિપ્તિને મારી શુભેચ્છાઓ.

 

આ પણ વાંચોઃ Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર

Published On - 11:09 pm, Wed, 28 July 21

Next Article