WIPL Team Auctions : 5 મહિલા ટીમો માટે આજે ઓક્શન થશે, ફ્રેન્ચાઈઝી ખરીદવા 17 કંપનીઓ રેસમાં

|

Jan 25, 2023 | 10:49 AM

આજે બપોરે મુંબઈમાં મહિલા આઈપીએલ માટે ઓક્શન યોજાનાર છે. પુરુષ આઈપીએલની 7 જેટલી ટીમોએ મહિલા ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે રસ દાખવ્યો છે.

WIPL Team Auctions : 5 મહિલા ટીમો માટે આજે ઓક્શન થશે, ફ્રેન્ચાઈઝી ખરીદવા 17 કંપનીઓ રેસમાં
WIPL Team Auctions: 5 ટીમોમા માટે આજે હરાજી

Follow us on

આઈપીએલ વિશ્વભરમાં સૌથી વધારે આકર્ષણ ધરાવતી ક્રિકેટ લીગ છે. જેનો હિસ્સો બનવા માટે વિશ્વભરના ક્રિકેટરો સપનુ સેવતા હોય છે. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મહિલા આઈપીએલનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ માટે આઈપીએલ ટીમો માટે ઓક્શન આજે બુધવારે બપોરથી શરુ થનારુ છે. મુંબઈમાં થનારા ઓક્શનમાં 17 જેટલી કંપનીઓ હિસ્સો લઈ રહી છે. જેમાંથી 7 કંપનીઓ પુરુષ આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓ સાથે સંકળાયેલી છે.

બીસીસીઆઈ દ્વારા મહિલા આઈપીએલની ટીમોને ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. 30 જેટલી કંપનીઓએ ટેન્ડર ફોર્મ અને દસ્તાવેજ પાંચ કરોડ રુપિયા ખર્ચ સાથે ખરીદવામાં આવ્યા હતા. જોકે હવે જેમાંથી 13 કંપનીઓ ટેન્ડર ફોર્મ મેળવ્યા બાદ રેસમાંથી હટી ગઈ છે.

600 કરોડની લાગી શકે છે બોલી

બીસીસીઆઈ દ્વારા મહિલા આઈપીએલ માટે 5 ટીમોનુ ઓક્શન કરવામાં આવનાર છે. જેમાં પ્રત્યેક ટીમને માટે એક અંદાજ મુજબ 500 થી 600 કરોડ રુપિયાની રકમની આસપાસ બોલી બોલાઈ શકે છે. આમ બીસીસીઆઈએને પાંચ ટીમો વડે 4 હજાર કરોડ રુપિયાની આવક થઈ શકે છે. શક્ય છે કે, હાલમાં વૈશ્વિક રીતે મહિલા ક્રિકેટના વધતા આકર્ષણ અને માહોલને લઈ આ રકમમાં વધઘટ થઈ શકે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ટેન્ડર ભરવા માટે બીસીસીઆઈએ પહેલાથી જ કેટલીક શરતો રાખી હતી. જેમાં મુખ્ય શરત ટીમ ખરીદવા ઈચ્છુક કંપની કે વ્યક્તિનુ વાર્ષિક 1 હજાર કરોડનુ ટર્નઓવર હોવુ જરુરી છે. આમ બીસીસીઆઈએ ઉંચી અને અંદાજ મુજબની બોલી બોલાય એ માટે થઈને પહેલાથી જ આર્થિક સધ્ધરતાં અંગેની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

પુરુષ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓના માલિક હિસ્સો લેશે

7 જેટલી પુરુષ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓના માલિકો મહિલા ટીમને ખરીદવા માટે ઈચ્છા દર્શાવી ચુક્યા છે. જ્યારે ત્રણ ટીમનો માલિકો હરાજીમાં સામેલ થવાથી હટી ગયા હતા. તેઓએ આ માટે પહેલા ટેન્ડર ફોર્મ અને દસ્વાજ મેળવ્યા હતા. હટી જવામાં સામેલ ટીમોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે.

મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્શ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને દિલ્લી કેપિટલ્સે ટીમ ખરીદવા માટે ઈચ્છા રાખી છે. આ ફ્રેન્ચાઈઝીઓ ભારતમાં આઈપીએલ જ નહીં પરંતુ હવે, વૈશ્વિક ધોરણે ક્રિકેટ લીગોમાં પોતાની ટીમો બનાવી છે.

 

 

Next Article