ENG vs IND : ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ જીતીને ભારત 15 વર્ષ બાદ ઈતિહાસ રચશે ! મેચ ડ્રો થશે તો પણ ભારત જીતશે

|

Jun 30, 2022 | 3:01 PM

પાંચમી ટેસ્ટ મેચ જીતવા પર ભારત ટેસ્ટ સિરીઝ પણ 3-1થી કબજે કરશે. 2007થી ભારત ક્યારેય ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી અને પ્રથમ વખત ટીમ ઈન્ડિયા (Team India) પાસે આ સિદ્ધિ હાંસલ કરવાની તક છે.

ENG vs IND : ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ જીતીને ભારત 15 વર્ષ બાદ ઈતિહાસ રચશે ! મેચ ડ્રો થશે તો પણ ભારત જીતશે
ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ જીતીને ભારત 15 વર્ષ બાદ ઈતિહાસ રચશે !
Image Credit source: Twitter

Follow us on

ENG vs IND : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ (Test match)ની શરુઆત 1 જુલાઈથી થઈ રહી છે, પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4 મેચ ગત્ત વર્ષ રમાય હતી પરંતુ કોરોનાને કારણે છેલ્લી મેચ રમાઈ શકાય ન હતી ,જે 1 જૂનના રોજ રમાશે. આ સિરીઝમાં ભારત 2-1થી આગળ છે અને ટેસ્ટ મેચ જીતી ભારતની પાસે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની શાનદાર તક છે. આ મેચ ડ્રો હશે તો પણ ભારત સિરીઝ પોતાના નામે કરશે. ઈંગ્લેન્ડમાં આ મેચ ડ્રો થઈને પણ ભારત જીતી શકે છે, ઈંગ્લેન્ડે હાલમાં જ ન્યૂઝીલેન્ડ (New Zealand)ને તેના ઘરમાં ત્રણ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ (Clean sweep) કર્યું હતુ, આ ટીમનો ઉત્સાહ આસમાને પહોંચ્યો હતો. હવે ભારતની ટીમ પણ ટેસ્ટમાં ઈતિહાસ રચવા જશે. આ મેચ રોમાંચક બનશે.

ઇંગ્લેન્ડમાં ભારતનો ટેસ્ટ સીરિઝ રેકોર્ડ

2007: ભારત 1-0 થી જીત્યું

2011: ભારત 4-0 થી હાર્યું

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2014: ભારત 3-1 થી હાર્યું

2018: ભારત 4-1 થી હાર્યું

2021-22: ભારત 2-1 થી આગળ

એજબેસ્ટન ખાતે યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની મેચ પર તમામની નજર છે. ભારત 15 વર્ષ બાદ સિરીઝ જીતવાની ટોચ પર ઊભું છે .એજબેસ્ટન ટેસ્ટ માટે પણ એક વિચિત્ર સંયોગ બની રહ્યો છે. કારણ કે છેલ્લી વખત જ્યારે ભારતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી ત્યારે રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારતના સુકાની હતા.

હવે કોચ રાહુલ ડ્રવિડ પાસેથી આશાઓ

15 વર્ષ બાદ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો છે. ગયા વર્ષે જ્યારે આ શ્રેણી થઈ ત્યારે રવિ શાસ્ત્રી ભારતીય ટીમના કોચ હતા અને વિરાટ કોહલી ટીમની કમાન સંભાળતા હતા. હવે જ્યારે સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે ત્યારે રાહુલ દ્રવિડ કોચ છે અને રોહિત શર્મા (Rohit Sharma) કેપ્ટન છે. જ્યારે રવિ શાસ્ત્રી તેના આક્રમક કોચિંગ માટે જાણીતા છે. ત્યારે રાહુલ દ્રવિડની રમતની પ્રકૃતિ યોગ્ય પ્રક્રિયા પર રહી છે.

Published On - 1:20 pm, Thu, 30 June 22

Next Article