WI vs NZ: વિકેટ ઝડપીને જશ્ન મનાવવાનો નવો અંદાજ, મેદાનમાં કરતબ તો કર્યા અને દાદાજીની માફક સ્ટાઈલ લગાવી-VIDEO

વિકેટ લેવાની ખુશીનો જશ્ન મનાવવાનો અવનવો અંદાજ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket Team) ના ખેલાડીઓ દ્વારા ક્રિકેટમાં લાવવામાં આવ્યો છે, જેઓ આમ પણ ભૂતકાળમાં તેમની ચિત્ર-વિચિત્ર અંદાજમાં વિકેટના જશ્ન માટે જાણીતા છે.

WI vs NZ: વિકેટ ઝડપીને જશ્ન મનાવવાનો નવો અંદાજ, મેદાનમાં કરતબ તો કર્યા અને દાદાજીની માફક સ્ટાઈલ લગાવી-VIDEO
Kevin Sinclair અને Akeal Hosein નો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 10:03 AM

ક્રિકેટ માં ઉજવણીની નવી રીત આવી છે. હવે તબરેઝ શમ્સીના જૂતાની ઉજવણીને ભૂલી જાઓ. હુસૈન બોલ્ટની સ્ટાઈલમાં બોલરોના હાથ ફેલાવતા સેલિબ્રેશન. વિકેટ લીધા પછી ડેલ સ્ટેનની પ્રખ્યાત ઉજવણી પણ આ નવા અંદાજ આગળ ફિક્કી પડી ગઈ છે. કારણ કે, આ જશ્નમાં દાદાનો અંદાજ ભળેલો છે. તે એ વસ્તુ છે કે જે થોડી અલગ છે. એટલે કે હટકે છે. આ વિકેટ લેવાની ખુશીનો જશ્ન મનાવવાનો અવનવો અંદાજ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket Team) ના ખેલાડીઓ દ્વારા ક્રિકેટમાં લાવવામાં આવ્યો છે, જેઓ આમ પણ ભૂતકાળમાં તેમની ચિત્ર-વિચિત્ર અંદાજમાં વિકેટના જશ્ન માટે જાણીતા છે. વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ (West Indies Vs New Zealand) વચ્ચે વન ડે સિરીઝ ચાલી રહી છે. આ દરમિયાન આ નવો અંદાજ ક્રિકેટ ચાહકોને જોવા મળ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે વિકેટ લીધા બાદ બે પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. પહેલા સેલિબ્રેશનમાં ખેલાડી દાદાની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને બીજામાં એટલી ખુશી હતી કે બોલર હવામાં ઉડી ગયો હતો. અમે વાત કરી રહ્યા છીએ ડેવોન કોનવેની વિકેટ લીધા બાદ અકીલ હુસૈનની ઉજવણી અને આ મેચથી વનડેમાં ડેબ્યૂ કરનાર કેવિન સિંકલેરની પ્રથમ વિકેટની ઉજવણીની.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બોલર દાદાની જેમ મેદાનમાં ફરવા લાગ્યો

અકીલ હુસૈને ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડરને તોડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેણે મેચમાં 10 ઓવરની બોલિંગમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ 3 વિકેટમાં તેણે ડેવોન કોનવેની ત્રીજી વિકેટ લીધી, જેણે થોડી અલગ રીતે ઉજવણી કરી હતી. અકીલ હુસૈને દાદાની જેમ જમીન પર ચાલીને આ ઉજવણી કરી હતી. તેના વિકેટ સેલિબ્રેશનને જે કોઈ ક્રિકેટ ચાહકોએ જોયુ એ પણ જોતા જ રહી ગયા હતા.

બોલરે વિકેટ લીધી અને હવામાં ઉડવા લાગ્યો

જીવનમાં દરેક વસ્તુનું સુખ સૌથી વધુ હોય છે, જે પહેલીવાર મળે છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ડેબ્યૂ કરનાર કેવિન સિંકલેર સાથે પણ કંઈક આવું જ થયું. પોતાની પ્રથમ ODI મેચમાં તેણે ટોમ લાથમની પહેલી વિકેટ લીધી અને આ ખુશીમાં તે એટલો ઉત્સાહિત થઈ ગયો કે તેણે હવામાં ગુલાટીઓ મારવાનું શરૂ કર્યું. સિંકલેરને આ મેચમાં આ એક વિકેટ મળી હતી.

વેસ્ટ ઈન્ડિઝે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે જીતીને 3 મેચની વનડે શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. યજમાન ટીમ એ પ્રથમ વનડે 66 બોલ બાકી રહેતા 5 વિકેટે જીતી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">