WI vs IND: વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓના ખિસ્સા કપાયા, પહેલી ટી20માં ભારત સામેની હાર બાદ થયું મોટું નુકસાન

|

Jul 31, 2022 | 2:21 PM

ભારત સામેની પ્રથમ T20Iમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ધીમી ઓવર રેટને કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

WI vs IND: વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓના ખિસ્સા કપાયા, પહેલી ટી20માં ભારત સામેની હાર બાદ થયું મોટું નુકસાન
West Indies Cricket team (PC: TV9)

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના ખેલાડીઓના ખિસ્સા કપાઈ ગયા છે. ના, આવું ખરેખર બન્યું નથી. પરંતુ આ મેદાન પર તેની એક ભૂલનું પરિણામ છે. હકિકતમાં તેઓએ તે ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું છે. ભારત (Team India) સામેની પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને માત્ર હારનો સામનો કરવો પડ્યો ન હતો. પરંતુ તેમની ધીમી ઓવર રેટ માટે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. એટલે કે એક તો બોર્ડને પૈસાની ખોટ હતી તે અલગ. સાદી ભાષામાં કહીએ તો તેમને બેવડું નુકસાન થયું છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમને નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંતર્ગત તેની મેચ ફીમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્રિનિદાદમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર રમાયેલી પ્રથમ ODI બાદ મેચ રેફરી રિચી રિચર્ડસને આ કાર્યવાહી કરી છે. ICC આચાર સંહિતાની કલમ 2.22 માં જો ટીમ ધીમી ઓવર રેટ માટે દોષિત ઠરે તો મેચ ફીમાં 20 ટકાનો ઘટાડો કરવાનો ઉલ્લેખ છે.

નિકોલસ પુરને ભુલ સ્વિકારી

વેસ્ટ ઈન્ડિઝના સુકાની નિકોલસ પૂરને (Nicolas Pooran) સ્લો ઓવર રેટને લઈને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેથી હવે આ મામલે વધુ સુનાવણી કે કાર્યવાહીની જરૂર નથી. મેદાન પરના અમ્પાયરે ધીમા ઓવર રેટ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

ભારતે પહેલી ટી20 મેચ 68 રનથી જીતી લીધી હતી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણીની બીજી મેચ 1 ઓગસ્ટના રોજ રમાશે. આ પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચ 68 રને જીતી હતી. તે મેચમાં ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિત શર્મા સિવાય દિનેશ કાર્તિકે 19 બોલમાં 41 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સામેલ થાય છે.

ભારતે પ્રથમ ટી20 (T20 Series) માં 20 ઓવરમાં 6 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈની જોરદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 122 રનમાં જ રોકાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. આ સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ કર્યું હતું.

Next Article