SRH vs RR, IPL 2021 Match Prediction: રાજસ્થાન પ્લેઓફની આશાને જીવંત રાખવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કમરકસી દેશે

|

Sep 27, 2021 | 10:09 AM

Today Match Prediction of Sunrisers Hyderabad vs Rajasthan Royals: રાજસ્થાન 9 મેચમાંથી 8 પોઇન્ટ સાથે 7 માં નંબરે છે. જ્યારે સનરાઇઝર્સ 9 માંથી માત્ર 1 મેચ જીતીને પોઇન્ટ ટેબલ પર તળીયાના સ્થાન પર છે.

SRH vs RR, IPL 2021 Match Prediction: રાજસ્થાન પ્લેઓફની આશાને જીવંત રાખવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કમરકસી દેશે
SRH vs RR

Follow us on

IPL 2021 માં બેક ટુ બેક ડબલ હેડર મેચના દિવસ પછી, હવે આજે માત્ર એક મેચનો દિવસ છે. આજે એકમાત્ર મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. આ મેચમાં જીત બંને ટીમો માટે જરૂરી છે. સનરાઇઝર્સ માટે તેમની બાકી રહેલી આશાઓને જીવંત રાખવા માટે આજે જીત જરૂરી છે. જેથી રાજસ્થાન રોયલ્સ આજે જીત સાથે ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવા માંગે છે.

આજની જીત રાજસ્થાનની પ્લેઓફ રમવાની આશાઓને પાંખો આપશે. આ બંને ટીમો હાલમાં પોઈન્ટ ટેલીમાં સૌથી નીચે છે. જ્યાં રાજસ્થાન 9 મેચમાંથી 8 પોઈન્ટ સાથે 7 માં નંબરે છે. તેથી તે જ સમયે, સનરાઇઝર્સ 9 માંથી માત્ર 1 મેચ જીતીને તળિયે સ્થાન પર છે.

આજે બંને ટીમો IPL 2021 માં બીજી વખત ટકરાશે. અગાઉ, જ્યારે આ બે ટીમો ભારતીય મેદાન પર પ્રથમ હાફમાં મળી હતી, ત્યારે મેચ રાજસ્થાનના નામે હતી. આ બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચનું રિપોર્ટ કાર્ડ રાજસ્થાનના નામે 3-2 છે. જો કે, જો આપણે આઈપીએલના એકંદર આંકડાઓ અથવા આ બંને ટીમો વચ્ચે દુબઈમાં રમાયેલી મેચોના આંકડા જોઈએ તો સ્પર્ધા સમાન રહી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આઈપીએલની પીચ પર બંને ટીમો અત્યાર સુધીમાં 14 વખત ટકરાઈ છે, જેમાં બંને પક્ષે 7-7 જીત મળી છે. તે જ સમયે, દુબઈ, રાજસ્થાન અને હૈદરાબાદમાં આજે ત્રીજી વખત રૂબરૂ થશે. આ પહેલા રમાયેલી બે મેચમાં, શરત 1-1થી જીત સમાન છે.

 

IPL 2021 ના ​​બીજા તબક્કામાં બંને ટીમોની સ્થિતી

રાજસ્થાનની ટીમને તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીની ટીમે તેને 33 રને હરાવી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ નિષ્ફળ રહી હતી. કેપ્ટન સંજૂ સેમસન સિવાય કોઈ પણ બેટ્સમેન વિકેટ પર સ્થિર થઈ ટકી શક્યો ન હતો. આ દરમ્યાન સનરાઇઝર્સે પ્રથમ હાફમાં રમાયેલી 7 મેચોમાં એક મેચ જીતી હતી. પરંતુ બીજા તબક્કામાં તેમનું ખાતું હજુ સુધી ખુલ્યું નથી. ઓરેન્જ આર્મીએ શરૂઆતની બંને મેચ હારી છે.

કોનામાં કેટલો દમ?

જ્યાં સુધી ટીમોની વાત છે, રાજસ્થાનની ટીમ તેના કેટલાક મોટા નામો વગર પણ સારી રીતે રમી રહી છે. ટીમે તેનો અભિગમ બદલ્યો છે. એવિન લેવિસ અને ક્રિસ મોરિસ ઇજાને કારણે છેલ્લી મેચમાં રમ્યા ન હતા. અત્યાર સુધી આ બંનેના રમવા અંગે કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. બીજી બાજુ, SRH માટે પ્લેઇંગ ઇલેવનમાં જેસન હોલ્ડરની હાજરી મોટી સકારાત્મકતા છે. તેણે છેલ્લી મેચમાં રાજસ્થાનના ટોચના ચાર બેટ્સમેનાના મળીને જેટલા રન બનાવ્યા હતા, તેટલા તેમે એકલા એ બનાવ્યા હતા.

આ સિવાય આ ટીમ સાથે બે મોટી સમસ્યાઓ પણ છે, જે સતત હારનું કારણ બની છે. પહેલી સમસ્યા ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની બોલિંગ એવરેજ 57 ની છે, જે IPL માં અત્યાર સુધીની સૌથી ખરાબ છે અને બીજી સમસ્યા ડેવિડ વોર્નરની બેટિંગ એવરેજ છે, જે 24.4 છે. અને આઈપીએલમાં તેની બીજી સૌથી ખરાબ બેટિંગ એવરેજ છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી અને ઇશાન કિશનની વાયરલ થવા લાગેલી આ તસ્વીર પણ ઘણું બધુ કહી રહી છે, જાણો ક્યાં નિશાન તાકી રહ્યો છે કોહલી

આ પણ વાંચોઃ IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન ટોપ પર, ફાફ ડુ પ્લેસિસ રેસમાં સામેલ, રાહુલ પણ ધવનની નજીક પહોંચ્યો

 

Published On - 10:00 am, Mon, 27 September 21

Next Article