
Vijay Hazare Trophy 2025 : વર્ષો બાદ ઘરેલું વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોવા માટે વર્ષોની રાહ વિજય હજારે ટ્રોફીમાં હવે પૂરી થઈ છે. વિજય હજારે ટ્રોફી 2025-26 ની શરૂઆત સાથે, ભારતીય ક્રિકેટ ચાહકો પણ આ બંને સ્ટાર્સને રમતમાં જોશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે તેઓ તેમને ટુર્નામેન્ટમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે રમતા જોશે? વિરાટની મેચ જ્યાં યોજાવાની છે તે સ્ટેડિયમના દરવાજા પણ ચાહકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી 2025-26માં ક્યાં અને ક્યારે રમતા જોવા મળશે. આ તમામ સવાલોના જવાબો ચાલો જાણીએ.
વિરાટ અને રોહિત શર્માની વિજય હજારે ટ્રોફી 2025-26માં 24 ડિસેમ્બરના રોજ પહેલી મેચ રમશે.
વિરાટ અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી 2025-26માં પોતાની પહેલી મેચ અલગ અલગ સ્થળો પર રમશે. વિરાટની મેચ બેંગ્લોર સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં રમાશે. જ્યારે રોહિત શર્મા પોતાની મેચ જયપુરમાં રમશે.
વિરાટ કોહલી દિલ્હીની ટીમનો ભાગ છે. જેની પહેલી મેચ વિજય હજારે ટ્રોફી 2025-26માં આંધ્રપ્રદેશની ટીમ સામે છે. મુંબઈની ટીમ અને રોહિત શર્મા જયપુરમાં સિક્કિમની ટીમ સામે રમશે.
રિપોર્ટ મુજબ વિરાટ અને રોહિત શર્માની મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે નહી. તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે નહી. કારણ કે, તમામ 38 ટીમ એક જ દીવસે પોતાની મેચ રમશે. બ્રોડકાસ્ટિંગની સુવિધાઓ માત્ર 2 સ્થળો પર છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં.
જવાબ: BCCIની સત્તાવાર વેબસાઇટ વિરાટ અને રોહિતને લગતી મેચોનું લાઇવ અપડેટ્સ આપે છે. તમે બંને મેચોના પરિણામો BCCI વેબસાઇટ https://www.bcci.tv/live/domestic પર જોઈ શકો છો.