
ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા હાઈવોલ્ટેજ મેચ જોવા મળી છે. વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળી હતી. વર્ષ 2025માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકકર જોવા મળશે. ભારતે ચેમ્પિન ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને શરમજનક હાર પણ આપી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પણ પાકિસ્તાનને 3 વખત હરાવ્યું હતુ. જેમાં ફાઈનલ પણ સામેલ હતી. હવે વર્ષ 2026માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે.
ટી2- વર્લ્ડકપ 2026ની મેજબાની ભારત અને શ્રીલંકા બંન્ને સંયુક્ત રુપે કરશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ટકરાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમ 7 ફેબ્રુઆરીના રોજ યુએસએ વિરુદ્ધ પોતાના અભિયાનની શરુઆત કરશે. ટી20 વર્લ્ડકપ 2026માં કુલ 20 ટીમ ભાગ લેશે. ટી20 વર્લ્ડકપ 2024માં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ખિતાબ પણ જીત્યો હતો.
ઝિમ્બાબ્વે અને નામીબિયાની મેજબાનીમાં અંડર 19 વર્લ્ડકપ 2026નું આયોજન ફેબ્રુઆરી-માર્ચમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન ટકકરાશે નહી પરંતુ સેમિફાઈનલ કે ફાઈનલમાં બંન્ને દેશ આમને સામને ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 15 જાન્યુઆરીના રોજ અમેરિકા વિરુદ્ધ રમશે.
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026 ઈગ્લેન્ડની મેજબાનીમાં રમાશે. 14 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિધમમાં મેચ રમાશે. ટૂર્નામેન્ટની શરુઆત 12 જૂનથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની પહેલી મેચ રમશે. મહિલા વનડે વર્લ્ડકપ 2025માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં ટકકર થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી.