
T20 World Cup 2026ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. અંદાજે એક મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં ટી20 ચેમ્પિયન ટીમ મળી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી ફરી એક વખત ખિતાબ પોતાને નામ કર્યો હતો.આ વચ્ચે હવે ક્રિકેટ ચાહકો જાણવા માંગે છે કે, આગામી ટી20 વર્લ્ડકપ ક્યાં અને ક્યારે રમાશે. તેમજ આ વર્લ્ડકપમાં કેટલી ટીમ ભાગ લેશે.કેટલી ટીમે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.આઈસીસી દ્વારા ટી20 વર્લ્ડકપનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2024માં ટી20 વર્લ્ડકપ રમાયો હતો. તેના બે વર્ષ બાદ આ વખતે ભારત અને શ્રીલંકામાં ટી20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતુ.આગામી ટી 20 વર્લ્ડકપની જો આપણે વાત કરીએ તો 2028માં ટી 20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. વેન્યુની વાત કરીએ તો આગામી વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સંયુક્ત મેજબાનીમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી20 વર્લ્ડકપ 2028માં ઓક્ટોબરથી લઈ નવેમ્બર મહિના સુધી રમાશે. હજુ સુધી શેડ્યુલ સામે આવ્યું નથી પરંતુ આશા છે કે, આ વર્લ્ડકપ ઓક્ટોબરની મધ્યમાં શરુ થઈ નવેમ્બર સુધી ચાલી શકે છે.આ વર્ષની જેમ આગામી ટી20 વર્લ્ડકપ 2028માં કુલ 20 ટીમ ભાગ લેતી જોવા મળશે.તો ચાલો હવે જાણી લઈએ કે, કઈ ટીમ આગામી વર્લ્ડકપમાં પોતાનું સ્થાન પાક્કું કરશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આ વર્લ્ડકપમાં હોસ્ટ છે. આ માટે બંન્ને ટીમનું સ્થાન પાક્કું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 2026ના વર્લ્ડકપમાં પહેલા રાઉન્ડમાં બહાર થઈ હતી. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલ સુધી સફર કરી હતી. ફાઈનલ મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
2026ના ટી20 વર્લ્ડકપમાં જે 8 ટીમોએ સુપર-8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેનું આગામી વર્લ્ડકપમાં સ્થાન પાક્કું થઈ ગયું છે. જેમાં ભારત, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમના નામ સામેલ છે. રેકિંગના આધાર પર અફઘાનિસ્તાન ,બાંગ્લાદેશ અને આયરલેન્ડની ટીમ પણ આગામી વર્લ્ડકપમાં રમતી જોવા મળશે. હવે જે 8 સ્થાન ખાલી છે. તેમાં રિઝનલ ક્વોલિફાયર હશે. જે ટીમ જીતશે. તે 2028ના ટી20 વર્લ્ડકપમાં રમતી જોવા મળશે. જેનું ક્વોલિફાયર શરુ થશે. તેના પર નજર રહેશે.