VVS લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કોચિંગની જવાબદારી મળી શકે

|

May 18, 2022 | 4:50 PM

Cricket : ભારતીય ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની સમાપ્તિ પછી 9થી 19 જૂન સુધી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી (T20 Series) રમવાની છે.

VVS લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કોચિંગની જવાબદારી મળી શકે
VVS Laxman (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ને આવતા મહિને સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામે તેના ઘરે ટી-20 સિરીઝ રમવાની છે. દક્ષિણ આફ્રિકાએ આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમની પણ ટૂંક સમયમાં જાહેરાત થવાની આશા છે. મળતી માહિતી મુજબ રેગ્યુલર હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) આ સિરીઝ માટે ટીમની સાથે રહેશે નહીં. તેમના સ્થાને પૂર્વ દિગ્ગજ અને નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) ને જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ભારતીય ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની સમાપ્તિ પછી 9થી 19 જૂન સુધી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી (T20 Series) રમવાની છે. આ સિરીઝનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભારત નવા કોચની દેખરેખ હેઠળ પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે રમી શકે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો VVS લક્ષ્મણને આ જવાબદારી સોંપવી પડશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. બીજી T20 મેચ 12 જૂને કટકમાં રમાવાની છે. વાઈજેકને 14મીએ યોજાનારી ત્રીજી મેચની યજમાનીની જવાબદારી સોંપવામાં આવી છે. ચોથી મેચ 17 જૂને ગુજરાતના રાજકોટ શહેરમાં રમાશે. જ્યારે છેલ્લી મેચ 19 જૂને રમાશે.

ટીમમાં નોર્કિયાની પણ વાપસી થઈ

હિપની ઈજામાંથી સાજા થયેલા ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાની સાથે બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સ અને હેનરિક ક્લાસેનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નોર્કિયા હાલમાં IPL 2022માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમી રહ્યો છે. પાર્નેલ પણ 2017 પછી પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની T20 ટીમમાં પરત ફર્યો છે.

 

આ પ્રમાણે છે સાઉથ આફ્રિકાની ટી20 ટીમઃ

ટેમ્બા બાવુમા (સુકાની), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિચ નારખિયા, વાન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી, ટ્રિસ્તાન ડેવિડ વેન, ડુસી, મિલર, માર્કો યાનસેન.

Next Article