AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitality T20 blast 2023 Champion : 18 વર્ષ બાદ Somerset બન્યુ ચેમ્પિયન, Matt Henryએ લીધી 7 વિકેટ, જુઓ Video

Vitality T20 Blastની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના Edgbastonમાં સમરસેટ અને અસેક્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પહેલી બેટિંગ કરીને સમરસેટની ટીમે 20 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરતી અસેક્સની ટીમ 18.3 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

Vitality T20 blast 2023 Champion :  18 વર્ષ બાદ Somerset બન્યુ ચેમ્પિયન, Matt Henryએ લીધી 7 વિકેટ, જુઓ Video
Vitality T20 Blast Final
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 8:56 AM
Share

Vitality T20 blast 2023 : 15 જુલાઈના દિવસે Vitality T20 Blast ટી20 લીગની ફાઈન મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં સમરસેટની ટીમે (Somerset) 14 રનથી રોમાંચક જીત મેળવી હતી. વર્ષ 2005 પછી 18 વર્ષ બાદ સમરસેટની ટીમે આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ સમરસેટને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે સેમિફાઈનલ-ફાઈનલ મેચ એક જ દિવસે રમાઈ હતી.

Vitality T20 Blastની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના Edgbastonમાં સમરસેટ અને અસેક્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પહેલી બેટિંગ કરીને સમરસેટની ટીમે 20 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરતી અસેક્સની ટીમ 18.3 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Jasprit Bumrah Fitness: જસપ્રિત બુમરાહે પકડી ફુલ સ્પીડ, એક મહિનામાં કરી શકે છે વાપસી!

18 વર્ષ બાદ Somerset બન્યુ ચેમ્પિયન

આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઈનલ મેચમાં સમરસેટની ટક્કર સરેની ટીમ સાથે હતી. 19-19 ઓવરની આ મેચમાં સમરસેટની ટીમે પહેલી બેટિંગ કરીને 7 વિકેટના નુકશાન સાથે 142 રન બનાવ્યા હતા. જેની સામે સરેની ટીમ 16.5 ઓવરમાં 118 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે સમરસેટની ટીમે 24 રનથી જીત મેળવી હતી. આ પણ વાંચો : Asian Games 2023: ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળ્યા બાદ ઋતુરાજ ગાયકવાડનો નવો ધ્યેય Gold મેડલ

Matt Henryની પ્રભાવશાળી બોલિંગ

મેટ હેનરીએ ફાઈનલ મેચમાં 3.3 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ તેની ટી20 કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતુ. આ દરમિયાન 2 વિકેટ તેણે એક જ ઓવરમાં લીધી હતી. તેના આ ધમાકેદાર પ્રદર્શનને કારણે તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

આ પણ વાંચો : Sky Diving: શિખર ધવને કર્યો ખતરનાક સ્ટંટ, વિમાનમાંથી યુવતી સાથે માર્યો કૂદકો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">