Jasprit Bumrah Fitness: જસપ્રિત બુમરાહે પકડી ફુલ સ્પીડ, એક મહિનામાં કરી શકે છે વાપસી!
ભારતીય ટીમ આવતા મહિનાના ત્રીજા સપ્તાહમાં આયર્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં તેને ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે. આ સિરીઝથી બુમરાહની વાપસી શક્ય છે. બુમરાહ NCAમાં હવે સારી ફિટનેસ સાથે બોલિંગ કરી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના સારા દિવસો પાછા ફરતા જણાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની નિરાશા અને ઘણા સ્ટાર ખેલાડીઓની ઈજાના ખરાબ સમય બાદ હવે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે. ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત અને યશસ્વી જયસ્વાલના રૂપમાં એક નવા સ્ટારના જન્મે ટીમને ઉત્સાહિત કરવાની તક આપી છે.
આ ખુશી વધવા જઈ રહી છે કારણ કે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) ફુલ સ્પીડ પકડી લીધી છે અને તે થોડા જ દિવસોમાં ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
બુમરાહ એક વર્ષથી ઈજાના કારણે પરેશાન
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા લગભગ એક વર્ષથી મેદાનની બહાર ચાલી રહ્યો છે. પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે બુમરાહ સપ્ટેમ્બર 2022થી એકપણ મેચ રમી શક્યો નથી. આ દરમિયાન તેણે એશિયા કપ, T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં રમવાની તક ગુમાવી દીધી હતી.
Jasprit Bumrah and Shreyas Iyer likely to be picked for the Ireland Series. (Indian Express)
Both are very close to being Fully Fit..! pic.twitter.com/gVvRVQcRah
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2023
બુમરાહ ફિટ થઈ રહ્યો છે
થોડા મહિનાઓ પહેલા બુમરાહે તેના સ્ટ્રેસ ફ્રેક્ચર માટે સર્જરી કરાવી હતી, ત્યારથી તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન હેઠળ છે. ધીમે ધીમે ફિટનેસ મેળવી રહેલા બુમરાહે થોડા દિવસો પહેલા બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા બુમરાહ દરરોજ 6 થી 7 ઓવર બોલ કરતો હતો.
હવે અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જસપ્રીત બુમરાહને બોલિંગમાં કોઈ સમસ્યા નથી અને તેથી તેમણે ફુલ સ્પીડથી બોલિંગ શરૂ કરી દીધી છે. હવે તે 10-10 ઓવર બોલિંગ કરી રહ્યો છે.
આયર્લેન્ડ પ્રવાસમાં કરશે વાપસી!
એવું માનવામાં આવે છે કે સતત સુધરતી ફિટનેસને જોતા એશિયા કપને બદલે તેને આવતા મહિને આયર્લેન્ડના પ્રવાસથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત લાવી શકાય છે. આ પ્રવાસમાં ભારતને 3 મેચની T20 શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં, 31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પહેલા, બુમરાહને મેચ ફિટનેસ અને તેની લય ફરીથી મેળવવાની તક મળી શકે છે.
Jasprit Bumrah masterclass on this day last year!
6/19 against England in England, bowling them out for just 110. A royal performance from Bumrah, what a bowler. pic.twitter.com/gjCLWaiFXh
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023
આ પણ વાંચો : Asian Games 2023: ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળ્યા બાદ ઋતુરાજ ગાયકવાડનો નવો ધ્યેય Gold મેડલ
વર્લ્ડ કપ પહેલા બુમરાહનું ફોર્મમાં આવવું જરૂરી
જો બુમરાહ આયર્લેન્ડ પ્રવાસ પર પરત ફરે છે અને સંપૂર્ણ ફિટનેસ સાથે એશિયા કપ રમવામાં સફળ થાય છે તો ટીમ ઈન્ડિયા માટે મોટી રાહત હશે. ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે અને આવી સ્થિતિમાં, તેના પહેલા બુમરાહની સંપૂર્ણ ફિટનેસ ભારતની તાકાત અને ટાઇટલ જીતવાની તકો વધારશે.