વિરેન્દ્ર સહેવાગ બાદ ક્રિકેટમાં હવે પુત્ર મચાવશે ધમાલ, દિલ્લીની ટીમમાં કરાઈ પસંદગી

|

Dec 07, 2022 | 10:13 AM

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીનુ આયોજન કર્યુ છે. જેમાં દિલ્લીની ટીમમાં વિરેન્દ્ર સહેવાગનો પુત્ર હિસ્સો લઇ રહ્યો છે. આમ પ્રોફેશનલ ક્રિકેટમાં હવે મેદાને સેહવાગ પુત્ર ઉતર્યો છે. 

વિરેન્દ્ર સહેવાગ બાદ ક્રિકેટમાં હવે પુત્ર મચાવશે ધમાલ, દિલ્લીની ટીમમાં કરાઈ પસંદગી
Virender Sehwag નો પુત્ર મચાવશે ધમાલ

Follow us on

વિરેન્દ્ર સહેવાગ, આ નામ આજે પણ ક્રિકેટ વિશ્વમાં ધમાકેદાર બેટિંગ માટે થઈને યાદ કરવામાં આવે છે. તેની બેટિંગના સૌ કોઈ દિવાના હતા. હરીફ ટીમોને તે ક્રિઝ પર હોય એટલે સતત ટેંશન રહેતુ હતુ અને તેને વિરુ બનાવી રાખવા માટે પણ સતત પ્રયાસ કરતો હતો. રેડ બોલ ક્રિકેટ હોય કે પછી વ્હાઈટ બોલ ક્રિકેટ ફોર્મેટ પણ વિરેન્દ્ર સહેવાગની રમત એક અંદાજથી શરુ થતી હતી અને એ જ અંદાજથી અંત સુધી જોવા મળતી હતી એ તેની ખાસીયત રહી હતી. જોકે હવે તેની રમતના દિવાનાઓ માટે નવા સમાચાર આવ્યા છે. હવે જૂનિયર સહેવાગ ક્રિકેટ રમતો જોવા મળશે અને એ પણ બીસીસીઆઈ દ્વારા આયોજીત ટૂર્નામેન્ટમાં.

સમાચાર સાંભળીને થોડી નવાઈ જરુર લાગી હશે. પરંતુ વાત બીલકુલ સાચી છે. વિરેન્દ્ર સહેવાગનો પુત્ર હવે પ્રોફેશનલ ક્રિકેટ રમતો જોવા મળનારો છે. એ પણ બીસીસીઆઈની ટૂર્નામેન્ટમાં જ. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીનુ આયોજન કર્યુ છે. જેમાં દિલ્લીની ટીમમાં વિરેન્દ્ર સહેવાગનો પુત્ર હિસ્સો લઇ રહ્યો છે. દિલ્લીની ટીમમાં વિરુના 15 વર્ષિય પુત્ર આર્યવીરને સ્થાન આપવામાં આવ્યુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિરુની ઝલક જોવા મળશે!

સૌથી મહત્વની વાત એ છે કે, વિરુની ઝલક આર્યવિરના બેટિંગ અંદાજમાં જોવા મળશે કે નહીં. જોકે એ તો એની રમત જોયા બાદ ચાહકોને અંદાજ આવશે. આ સાથે જ હવે આર્યવીરને મોટી ટૂર્નામેન્ટમાં પ્રવેશ મળી ગયો છે. હાલમાં દિલ્લીની ટીમ બિહારની ક્રિકેટ ટીમ સામે રમી રહી છે. જોકે વિરુ પુત્રને આ મેચામં અંતિમ 11 માં સ્થાન મળી શક્યુ નથી. હજુ ટૂર્નામેન્ટમાં પ્રવેશ જ મળ્યો છે, એટલે સ્વાભાવિક છે કે આર્યવીરને પણ રમત બતાવવાનો પણ મોકો આગળ આગળ મળતો રહેશે.

વિડીયોમાં પિતાના અંદાજમાં જોવા મળ્યો

વિરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યા છે. જે પૈકીના વિડીયોમાં તે પોતાના પિતાના અંદાજમાં જ જોવા મળી રહ્યો છે. અનેક વિડીયો શેર કર્યા છે, જેમાંથી કેટલાક વિડીયોમાં નેટ્સમાં તે વિરેન્દ્ર સહેવાગની માફક જ સ્ટાંસ લેતો નજર આવી રહ્યો છે. આમ હવે ક્રિઝ પર મોકો મળતા કેવુ પ્રદર્શન દર્શાવે છે એ જોવાનુ મહત્વનુ છે.

 

 

ભારતીય ટીમના મહત્વના ખેલાડી રહી ચુકેલા વિરેન્દ્ર સહેવાગે ભારત માટે 104 ટેસ્ટ મેચ અને 251 વન ડે મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 50 ની સરેરાશથી 8586 રન નોંધાવ્યા હતા. જ્યારે વન ડે ક્રિકેટમાં 8273 રન વિરુએ 35 ની સરેરાશથી નોંધાવ્યા હતા.

 

 

 

Published On - 10:11 am, Wed, 7 December 22

Next Article