T20 વિશ્વકપમાં કોહલીના ‘વિરાટ’ છગ્ગા પર પાકિસ્તાની બોલર બોલ્યો, કહ્યુ-હાર્દિક પંડ્યા કે કાર્તિકે જમાવ્યા હોતતો ખરાબ લાગતુ

|

Dec 01, 2022 | 8:20 AM

પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં જીત મેળવવામાં વિરાટ કોહલીનો મહત્વનો ફાળો હતો. તેણે તોફાની અણનમ અડધી સદી નોંધાવી હતી. 53 બોલનો સામનો કરીને 82 રન નોંધાવ્યા હતા.

T20 વિશ્વકપમાં કોહલીના વિરાટ છગ્ગા પર પાકિસ્તાની બોલર બોલ્યો, કહ્યુ-હાર્દિક પંડ્યા કે કાર્તિકે જમાવ્યા હોતતો ખરાબ લાગતુ
રઉફે કહ્યુ Virat kohli જ એ સિક્સર ફટકારી શકે

Follow us on

ઓસ્ટ્રેલિયામાં બે સપ્તાહ અગાઉ જબરદસ્ત ધમાલ હતી. ક્રિકેટની દુનિયાના સ્ટાર્સ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપ 2022 માં ધમાલ મચાવી રહ્યા હતા અને જેનો રોમાંચ ચાહકોએ ખૂબ જ માણ્યો. જોકે તેની કેટલીક પળો આજે પણ ચાહકો ખૂબ યાદ કરી રહ્યા છે. ખુદ ખેલાડીઓ પણ સારી નરસી પળોને યાદ કરીને તેની ચર્ચા હજુ પણ કરી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ પોતાના શાનદાર શોટને યાદ કરી રહ્યુ છે તો કોઈ જબરદસ્ત કેચ. તો કોઈ પોતાની પર પડેલ જબરદસ્ત શોટની માર પણ યાદ કરી રહ્યુ છે. પાકિસ્તાન સામેની મેચમાં મેલબોર્નમાં વિરાટ કોહલીએ જમાવેલી બે સિક્સર હજુ પણ ચર્ચામાં છે. હવે પાકિસ્તાની બોલર હરિસ રઉફે પણ પોતાના અહેસાસને પ્રદર્શિત કર્યો છે.

મેલબોર્નમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હાર આપી હતી. મેચ ખૂબ જ રોમાંચક હતી અને ચાહકોએ પણ ભારત અને પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ડ્રામાનો પૂરો આનંદ ઉઠાવ્યો હતો. મેલબોર્નમાં એ વખતે 90 હજાર દર્શકો હાજર હતા અને દુનિયાભરમાં દરેક ખૂણે મેચને લોકો લાઈવ જોઈ માણી રહ્યા હતા. અંતિમ સમયે મેચમાં ભારતે બાજી મારી લીધી હતી. જે જીત મેળવવામાં વિરાટ કોહલીનો મહત્વનો ફાળો હતો. તેણે તોફાની અણનમ અડધી સદી નોંધાવી હતી. 53 બોલનો સામનો કરીને 82 રન નોંધાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

‘માત્ર કોહલી જ આ છગ્ગો ફટકારી શકે-રઉફ’

ભારતીય ટીમ મેલબોર્નમાં એ મેચમાં લક્ષ્યથી 28 રન દૂર હતુ અને બોલ માત્ર 8 બાકી રહ્યા હતા. હાઈવોલ્ટેજ મેચમાં એ સમયે ગજબ દબાણની સ્થિતી હોય એ સ્વાભાવિક છે. પરંતુ 19મી ઓવરના એ બે બોલ પર વિરાટ કોહલીએ શાનદાર 2 છગ્ગા જમાવી દીધા હતા અને મેચનુ પાસુ આ સાથે જ ભારત તરફ મજબૂત બન્યુ હતુ. જે 19મી ઓવર હરિસ રઉફ લઈને આવ્યો હતો. જેમાં સીધા બેટથી કોહલીએ લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. જે સિક્સરથી સૌ કોઈ દંગ હતુ. હવે આ જ સિક્સરને રઉફે યાદ કરી છે અને તેણે કહ્યુ કે માત્ર કોહલી જ આ શોટ રમી શકે.

યુટ્યુબ ચેનલ પરના એક ઇન્ટરવ્યુમાં, રઉફે કહ્યું,

“વિરાટ કોહલી જે રીતે વર્લ્ડ કપમાં રમ્યો, તે તેનો વર્ગ છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે કયા પ્રકારના શોટ્સ રમે છે. મેચમાં તે સમયે તેણે જે રીતે તે સિક્સર ફટકારી હતી, મને નથી લાગતું કે અન્ય કોઈ ખેલાડીએ તે સિક્સર ફટકારી હશે. જો દિનેશ કાર્તિક કે પંડ્યાને ફટકાર્યો હોત તો મને ખરાબ લાગ્યું હોત. પરંતુ જો કોહલી મારશે તો તે એનો અલગ ક્લાસ છે.

 

ધીમો બોલ કર્યો અને વિચાર્યુ નહીં એવો શોટ કોહલીએ જમાવ્યો

જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે તેની બોલિંગની યોજના બનાવવામાં નિષ્ફળ ગયો હતો, ત્યારે રઉફે કહ્યું કે એવુ નહોતું. તોફાની પેસરે કહ્યું, “મને ખબર હતી કે આગામી ઓવર મોહમ્મદ નવાઝની છે અને તે સ્પિનર ​​છે, તેથી મેં તેને લગભગ 4 મોટી બાઉન્ડ્રીના યોગ્ય સ્કોર છોડવાનો પ્રયાસ કર્યો. ઓવરના પહેલા 4 બોલમાં મેં 1 ઝડપી, 3 ધીમી બોલિંગ કરી. પછી મેં વિચાર્યું કે જો હું ધીમા બોલને કરું તો સામેની બાઉન્ડ્રી મોટી છે, મેં નહોતું વિચાર્યું કે તે (કોહલી) સામે મારશે, તેથી મેં જે બોલ નાખ્યો તે યોગ્ય હતો, પરંતુ તે સિક્સર મારવી એ તેનો કલાસ છે.”

પૂર્વ કેપ્ટન કોહલીએ રઉફ પર જમાવેલા પ્રથમ છગ્ગાને આઈસીસીએ પણ ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ પળોમાંથી એક તરીકે પસંદ કરી હતી. એ છગ્ગો ચાહકો પણ વિડીયોમાં વારંવાર જોઈ ખૂબ પસંદ કરી રહ્યા છે. પહેલા લોંગ ઓન અને બાદમાં ડીપ સ્કેવર લેગમાં છગ્ગો જમાવીને લક્ષ્યને 16 રન પર લઈ આવ્યો હતો. જે ટાર્ગેટને ભારતે પાર કરીને જબરદસ્ત જીત સાથે ટૂર્નામેન્ટમાં અભિયાનની શરુઆત કરી હતી.

 

Published On - 8:00 am, Thu, 1 December 22

Next Article