
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાનની સિનિયર ટીમને નવો મુખ્ય કોચ મળ્યો છે. PCBએ આ જવાબદારી એક અનુભવી ખેલાડીને સોંપી છે જેણે IPLમાં વિરાટ કોહલી સાથે કામ કર્યું છે. એટલે કે તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે મુખ્ય હેડ તરીકે કામ કર્યું છે. પાકિસ્તાન સુપર લીગ 2025 સમાપ્ત થયાના એક દિવસ પછી (26 મે) તે પાકિસ્તાન ટીમમાં જોડાશે. તે હાલમાં PSLમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈસ્લામાબાદ યુનાઈટેડ સાથે છે.
માઈક હેસનને પાકિસ્તાનની વ્હાઈટ-બોલ ટીમનો નવા હેડ કોચ બનાવવામાં આવ્યો છે. હેસન પાંચ મહિના માટે કાર્યકારી હેડ કોચ રહેલા આકિબ જાવેદનું સ્થાન લેશે. ગેરી કર્સ્ટનના અચાનક રાજીનામા બાદ તેણે કાર્યભાર સંભાળ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 50 વર્ષીય માઈક હેસનને એક અનુભવી અને સફળ કોચ માનવામાં આવે છે. તે ઘણા વર્ષોથી ન્યુઝીલેન્ડ ટીમ સાથે કામ કરી રહ્યો છે. તે 2012 થી 2018 સુધી ન્યુઝીલેન્ડ ટીમનો હેડ કોચ હતો. આ પછી તેણે IPLમાં પણ કામ કર્યું.
Mike Hesson will take charge as Pakistan’s new white-ball coach https://t.co/Zhsmx04IuB pic.twitter.com/Rggt5qSRvr
— ESPNcricinfo (@ESPNcricinfo) May 13, 2025
માઈક હેસન 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમમાં જોડાયો હતો. તે 2023 સુધી RCBનો ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ રહ્યો હતો. આ દરમિયાન, RCB ટીમનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું, પરંતુ તે ટીમને પહેલું IPL ટાઈટલ જીતાડી શક્યો નહીં. PCBએ હેસનના કરારની સત્તાવાર રીતે જાહેર કરી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તેની સાથે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના કોચ તરીકે માઈક હેસનનો પહેલો પડકાર બાંગ્લાદેશ સામે હશે, બંને ટીમો વચ્ચે T20 શ્રેણી રમાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ માઈક હેસનની નિમણૂક પર કહ્યું, ‘મને ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોચ માઈક હેસનની પાકિસ્તાન પુરુષ ટીમના વ્હાઈટ-બોલ હેડ કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે. માઈક પોતાની સાથે આંતરરાષ્ટ્રીય અનુભવનો ભંડાર અને ટીમનો ગ્રોથનો ટ્રેક રેકોર્ડ લાવે છે. પાકિસ્તાનના વ્હાઈટ-બોલ ક્રિકેટના ભવિષ્યને આકાર આપવામાં તેમની કુશળતા અને નેતૃત્વની અમને આશા છે. ટીમમાં સ્વાગત છે, માઈક.’
આ પણ વાંચો: શું હવે IPL 2025માં ચીયરલીડર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ? ડીજે પણ નહીં વાગે !