Virat Kohli : બચીને રહે પાકિસ્તાન ! કિંગ કોહલીએ પોતાના કોચ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી

|

Aug 14, 2022 | 7:26 AM

એશિયા કપ 2022માં વિરાટ કોહલી ભારતનો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કોહલી આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. વિરાટ કોહલી છેલ્લે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે પ્રવાસમાં વિરાટ કોહલી છ ઇનિંગ્સમાં માત્ર 76 રન જ બનાવી શક્યો હતો. હવે કોહલી પાસે ખરાબ ફોર્મ ભૂલીને નવેસરથી શરૂઆત કરવાની તક છે.

Virat Kohli : બચીને રહે પાકિસ્તાન ! કિંગ કોહલીએ પોતાના કોચ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી
Virat Kohli Batting Practice (File Photo)

Follow us on

ભારતીય ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) એ બ્રેકમાંથી પરત ફર્યા બાદ એશિયા કપ 2022 (Asia Cup 2022) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોહલી તેની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના મુખ્ય કોચ સંજય બાંગર સાથે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે આવેલી મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ઇન્ડોર ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. બાંગર ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ છે.

વિરાટ કોહલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રેક્ટિસ સેશનનો વીડિયો પણ શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં તે ઇન્ડોર પ્રેક્ટિસ દરમિયાન વિકેટની વચ્ચે દોડતો જોઈ શકાય છે. આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. તાજેતરના સમયમાં આ સ્ટાર બેટ્સમેનની તેના ખરાબ ફોર્મને કારણે ટીકા થઈ રહી છે. શુક્રવારે કોહલીએ લગભગ 90 મિનિટ સુધી ટ્રેનિંગ કરી હતી.

28 ઓગસ્ટના રોજ ભારતની પાકિસ્તાન સામે છે મેચ

વિરાટ કોહલી (Virat Kohli) ને બોલિંગ કરનાર નેટ બોલરોમાંથી એકે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, ‘મેં તેને પહેલા BKC માં બોલિંગ કરી છે. વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એકને બોલિંગ કરવી એ આનંદ અને સન્માનની વાત છે. તે સારી લયમાં જોવા મળ્યો હતો. તે મને વારંવાર પ્રોત્સાહિત કરતો હતો કે મેં સારી બોલિંગ કરી છે. ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર તમામની નજર ટકેલી છે. ચાહકોની ખાસ નજર કોહલી પર હશે. જે T20 ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાનું દબાણ અનુભવી રહ્યો છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

ઇંગ્લેન્ડના પ્રવાસમાં કોહલી ફ્લોપ રહ્યો હતો

વિરાટ કોહલી છેલ્લે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો. તે પ્રવાસમાં વિરાટ કોહલી 6 ઇનિંગ્સમાં માત્ર 76 રન જ બનાવી શક્યો હતો. પ્રથમ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં કોહલીએ ભારતની પ્રથમ અને બીજી ઈનિંગ સહિત કુલ 31 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી તે T20 શ્રેણીની બે મેચમાં માત્ર 1 અને 11 રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી પાસેથી વનડે શ્રેણીમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી. પરંતુ તેમાં પણ કોહલીનું બેટ શાંત રહ્યું.

 

કોહલીએ 2019માં છેલ્લી સદી ફટકારી હતી

ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકાર્યે વિરાટ કોહલીના એક હજાર દિવસ થવા આવ્યા છે. 33 વર્ષીય વિરાટ કોહલીએ નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી સદી ફટકારી હતી. ત્યારે તેણે કોલકાતાના ઈડન ગાર્ડનમાં 136 રનની ઈનિંગ રમી હતી. ત્યારથી વિરાટ કોહલીએ 79 ઇનિંગ્સમાં કુલ 68 મેચોમાં 2554 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેની એવરેજ 35.47 રહી છે.

Next Article