Virat Kohli એ બે ટીમોને જરુરીયાત બતાવી ! આ કારણે કોચ શાસ્ત્રી એ પણ વાતમાં સુર પુરાવ્યો

|

Jun 02, 2021 | 8:25 PM

ઓસાકા પછી હવે માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ફરી એકવાર રમત જગતમાં ચર્ચામા આવ્યો છે. ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ આ સંબંધે વાતચીત કરી હતી.

Virat Kohli એ બે ટીમોને જરુરીયાત બતાવી ! આ કારણે કોચ શાસ્ત્રી એ પણ વાતમાં સુર પુરાવ્યો
Virat Kohli-Ravi Shastri

Follow us on

રમત જગત છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે. કોરોના મહામારીએ તો જાણે કે રમત જગતને પરેશાન કરી મુક્યુ છે. બાયોબબલ અને ચુસ્ત નિયમ પાલને ખેલાડીઓને માનસીક રીતે થકવી દીધા છે. બીજા ગ્રાન્ડ સ્લેમ ફ્રેંચ ઓપનમાં જાપાનની દિગ્ગજ મહિલા ખેલાડી, નાઓમી ઓસાકાને લઇને ફરી એકવાર માનસીક સ્વાસ્થ્યનો મુદ્દો છેડાયો છે. ઓસકા (Naomi Osaka) એ અનિવાર્ય પ્રેસ કોન્ફરન્સમાં ગેરહાજર રહેવાને માટે પહેલાથી જ માનસિક સ્વાસ્થ્યનું કારણ ધર્યું હતું.

જાપાનીઝ ટેનિસ સ્ટાર ઓસાકા એ પ્રથમ મેચ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચી નહોતી. ત્યારબાદ તેને દંડ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓસાકાએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ જ પરત લઇ લીધું હતું. ઓસાકા પછી હવે માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ફરી એકવાર રમત જગતમાં ચર્ચામા આવ્યો છે. ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ આ સંબંધે વાતચીત કરી હતી.

ભારતીય ટીમ મુંબઇથી ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે જઇ રહી હતી. આ પહેલા વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ મીડિયા સાથે વાતચીત કરી હતી. કોહલીએ કહ્યુ, આજના ક્રિકેટમાં તમામ પ્રતિબંધો સાથે ખેલાડીઓએ લાંબો સમય પ્રોત્સાહિત રહેવુ અને એકાગ્રતા જાળવવી મુશ્કેલ છે. બે ટીમો એક સાથે રમવુ સંભવિત છે, કારણ કે તમે નહી ઇચ્છો કે ખેલાડી માનસિક દબાણનો શિકાર થાય.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

બે ટીમ કેમ જરુરી ? શાસ્ત્રીએ સમજાવ્યું

ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ કેપ્ટન કોહલીની બે ટીમની વાતનો સ્વિકાર કર્યો હતો. તેમણે સુર પુરાવતા કહ્યુ કે, આપ નહી જાણતા હોય કે, આમ થવાનુ કારણ વર્તમાન સમય અને પ્રવાસ પ્રતિબંધો છે. ભવિષ્ય અંગે તમે નથી જાણતા. જો તમે રમતને વિસ્તારવા માંગો છો, ખાસ કરીને નાના ફોર્મેટને તો લાંબો રસ્તો વિચારવો પડશે. જો તમારી પાસે ખૂબ પ્રમાણમાં ક્રિકેટર છે, જો તમે T20 ક્રિકેટને વૈશ્વિક સ્તર પર લઇ જવા ઇચ્છો છો તો.

શાસ્ત્રીએ કહ્યુ હતું કે, તમે આને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં જોઇ શકશો, જ્યા તમારે છ અઠવાડીયામાં પાંચ ટેસ્ટ મેચ રમવાની છે. આ કોઇ મજાક નથી. ફીટમાં ફીટ માણસને પણ બ્રેક જરુરી હોય છે. આ એક શારીરિક ને બદલે માનસિક મુદ્દો વધારે છે. જો તમને એક જ બાબત વારંવાર કરવાનુ કહેવામાં આવે તો, તમે માનસિક રીતે બરબાદ થઇ જશો. પરત ફરવુ મુશ્કેલ બની જાય છે જ્યારે તમારા દિવસ ખરાબ હોય તો. માટે જ ખેલાડીઓને બદલવામાં આવે અને તેમને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં આવે.

Next Article