વિરાટ-રોહિત અને ગિલના રેકોર્ડથી કીવી બોલરોની ઊંઘ ઊડી, દિગ્ગજોના આંકડાથી ધ્રૂજી રહી છે ‘ન્યુઝીલેન્ડની ટીમ’

ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસીથી કીવી ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે. આ બંને ખેલાડીઓના શાનદાર રેકોર્ડ સામે કીવી બોલરો પણ ખૌફમાં છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય કેપ્ટન શુભમન ગિલ તો આ ફોર્મેટમાં બેવડી સદી પણ ફટકારી ચૂક્યો છે.

વિરાટ-રોહિત અને ગિલના રેકોર્ડથી કીવી બોલરોની ઊંઘ ઊડી, દિગ્ગજોના આંકડાથી ધ્રૂજી રહી છે ન્યુઝીલેન્ડની ટીમ
| Updated on: Nov 02, 2026 | 8:11 PM

4 નવેમ્બરથી ઓકલેન્ડમાં શરૂ થઈ રહેલી 5 મેચની વનડે સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ રહી છે. ટેસ્ટ અને ટી20માંથી સંન્યાસ લીધા પછી ફેન્સ પાસે તેમને જોવાનો છેલ્લો મોકો માત્ર વનડે ફોર્મેટમાં જ રહી ગયો છે.

આ જ કારણ છે કે, જ્યારે પણ કોઈ વનડે સિરીઝ હોય છે ત્યારે ફેન્સને તેની આતુરતાથી રાહ જોવાની રહે છે. આ વખતે તો કેપ્ટન ગિલ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને આ ત્રણેય ખેલાડીઓનું પ્રદર્શન નક્કી કરશે કે, ભારતીય ટીમ વનડે સિરીઝમાં કેવું રમી રહી છે?

વિરાટ કોહલી ‘સૌથી સફળ’

એક્ટિવ ખેલાડીઓની વાત કરીએ તો, ભારત-ન્યુઝીલેન્ડ વનડે સિરીઝમાં વિરાટ કોહલી સૌથી સફળ ખેલાડી રહ્યો છે. વર્ષ 2010 થી વર્ષ 2026 દરમિયાન વિરાટે ન્યુઝીલેન્ડ સામે 36 મેચ રમી છે, જેમાં તેણે 57.48ની શાનદાર સરેરાશથી 1,897 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટે 7 સદી અને 19 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ અંગત સ્કોર અણનમ 154 રન રહ્યો છે.

રોહિત શર્માનો રેકોર્ડ

ત્યારબાદ રોહિત શર્માનો નંબર આવે છે. વર્ષ 2009 થી વર્ષ 2026 દરમિયાન હિટમેને ન્યુઝીલેન્ડ સામે 34 મેચમાં 36.58ની સરેરાશથી 1,134 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 6 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ અંગત સ્કોર 147 રન છે.

ગિલની બેવડી સદી

વર્ષ 2019 થી વર્ષ 2026 દરમિયાન ગિલે 15 મેચમાં 63.16 ની શાનદાર સરેરાશથી 758 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ અંગત સ્કોર 208 રન રહ્યો છે.

IND vs NZ : ભૂવીએ ચારેય મેચમાં નાખેલી સ્પેલની બીજી, ત્રીજી અને ચોથી ઓવર ખૂબ મોંઘી સાબિત થઈ, શું ભુવનેશ્વર કુમારનો ખેલ ખતમ થયો ?

Follow Us
Loading...
Unable to load recommendations.