Virat Kohliએ પોતાના ફિટ હોવાના રાઝને ખોલ્યો, કહ્યું આ 7 વસ્તુનો ઉપયોગ કરૂ છું

|

May 29, 2021 | 11:52 PM

કોહલીએ જાતે જ પોતાની ફીટનેસ (fitness)ને લઈને રાઝ ખુલ્લુ કરી દીધુ હતુ. કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાના ડાયટ (diet plan) માં શું શું હોય છે તે કહ્યુ હતુ.

Virat Kohliએ પોતાના ફિટ હોવાના રાઝને ખોલ્યો, કહ્યું આ 7 વસ્તુનો ઉપયોગ કરૂ છું
Virat Kohli

Follow us on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને જોઈને એમ થતુ હોય છે કે આટલુ ફીટ રહેવા માટે શું કરતો હશે કોહલી. કેવી રીતે કોહલી આ પ્રકારે શરીરને મેઈન્ટેઇન કરતો હશે. જોકે ફેન્સને પણ સવાલ આવા જ થતા જ હશે. પરંતુ કોહલીએ જાતે જ પોતાની ફીટનેસ (fitness)ને લઈને રાઝ ખુલ્લુ કરી દીધુ હતુ. કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાના ડાયટ (diet plan) માં શું શું હોય છે તે કહ્યુ હતુ.

 

પહેલા તો વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે પરસેવો ખૂબ વહાવે છે. જોકે પરસેવો વહાવવાથી ચરબીમાં ઘટાડો થાય છે. પરંતુ મેદાનમા બેટ ફટકારવાની તાકાત તેનાથી નથી મળતી. તેના માટે યોગ્ય આહાર અને ડાયટ ખૂબ જ જરુરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

વિરાટ કોહલીના આહારમાં સામેલ છે આ ચીજો

સોશિયલ મીડિયા પર એક સવાલ જવાબ સેશન દરમ્યાન વિરાટ કોહલીએ પોતાના ડાયટ પ્લાનનું રાઝ ખોલ્યુ હતુ. તેણે બતાવ્યુ હતુ કે, તે આહારમાં કયો અને કેવો ખોરાક લે છે. તેણે 7 પ્રકારની વસ્તુના નામ લીધા હતા, જે તે નિયમિત પોતાના ડાયટમાં ઉપયોગ કરે છે.

Virat Kohli diet plan

વિરાટ કોહલીની ડાયટ ચાર્ટ

  1. ખૂબ શાકભાજી
  2. ઈંડા
  3. બે કપ કોફી
  4. દાળ
  5. કીંવા
  6. ખૂબ પાલક
  7. ઢોંસા

સંતુલિત માત્રામાં લે છે આહાર

ફીટ અને હીટ ભારતીય કેપ્ટન પોતાના દૈનિક ડાયટ પ્લાન સાથે એ પણ બતાવ્યુ તે, બધુ જ સંતુલિત માત્રામાં ખાતા હોય છે. ક્વોરન્ટાઈનમાં પોતાના ટ્રેનીંગને લઈને પણ કહ્યુ હતુ કે, તે દિવસમાં ફક્ત એક જ વાર ક્રિકેટ ટ્રેનીંગ કરતો હોય છે. ત્યારબાદનો તમામ સમય તે પોતાના પરિવાર સાથે વિતાવે છે.

 

આ પણ વાંચો: IPL: વિરાટ કોહલીએ 4 સદી અને 976 રન કર્યા હતા, છતાં આ મહેણું ભાગવા માટે ડેવિડ વોર્નર પડ્યો હતો ભારે

Next Article