Virat Kohli : T20 માંથી નિવૃત્તિ બાદ ફરી વાપસી કરવા માટે તૈયાર વિરાટ કોહલી, રાખી એક ખાસ શરત

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ હવે તેણે ફરીથી T20 ઈન્ટરનેશનલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેણે આ માટે એક શરત મૂકી છે.

Virat Kohli : T20 માંથી નિવૃત્તિ બાદ ફરી વાપસી કરવા માટે તૈયાર વિરાટ કોહલી, રાખી એક ખાસ શરત
Virat Kohli
Image Credit source: PTI
| Updated on: Mar 15, 2025 | 8:33 PM

2024ના T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલીએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. યુવા પેઢીને તક આપવા માટે તેણે T20 ઈન્ટરનેશનલને અલવિદા કહ્યું હતું. પરંતુ હવે તેણે કંઈક અલગ જ નિવેદન આપ્યું છે. ખરેખર, કોહલીએ કહ્યું છે કે તે પોતાની નિવૃત્તિ પાછી ખેંચી શકે છે. જોકે, તેણે આ માટે એક શરત મૂકી છે. ચાલો જાણીએ કે તે શરત શું છે અને કોહલીએ ફરીથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની વાત કેમ કરી છે?

ઓલિમ્પિકમાં ભારત ફાઈનલમાં પહોંચે તો …

ખરેખર, વિરાટ કોહલી 15 માર્ચે IPL 2025 રમવા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમમાં જોડાયો હતો. તેના આગમનની સાથે જ ફ્રેન્ચાઈઝીએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ અને તેને રમવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આના જવાબમાં કોહલીએ T20માંથી નિવૃત્તિ પાછી ખેંચવાની વાત કરી હતી. કોહલીએ કહ્યું, ‘હું ઓલિમ્પિકમાં રમવા માટે નિવૃત્તિમાંથી પાછો કમબેક નહીં કરું. પરંતુ જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે અને આપણે ગોલ્ડ મેડલ માટે મેચ રમીશું, તો હું તે મેચ માટે ફરીથી રમી શકું છું. હું મેડલ લઈને ઘરે પાછો આવીશ. ઓલિમ્પિક મેડલ જીતવું ખૂબ જ સારું રહેશે.’

 

કોહલીએ મજાકમાં આ વાતો કહી

કોહલીએ ફરીથી આ ફોર્મેટમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હોવા છતા, તેની વાપસી મુશ્કેલ લાગે છે. તેણે મજાકમાં આ વાતો કહી. આનો અર્થ એ થયો કે તે આવી કોઈ જાહેરાત કરવાનો નથી. આ કાર્યક્રમમાં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે પણ વાત કરી હતી.

નિવૃત્તિ બાદની યોજના જણાવી

નિવૃત્તિ પછી વિરાટ કોહલી શું કરશે તેનો ખુલાસો કર્યો. કોહલીએ કહ્યું કે હાલમાં તેને ખબર નથી કે તે શું કરશે. પણ કદાચ તે શક્ય તેટલી મુસાફરી કરવાનો પ્રયાસ કરશે. જ્યારે કોહલીએ તેના સાથી ખેલાડીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેને પણ આ જ જવાબ મળ્યો. વિરાટ કોહલીએ કહ્યું, ‘સાચું કહું તો મને ખબર નથી કે નિવૃત્તિ પછી હું શું કરીશ. તાજેતરમાં મેં મારા સાથી ખેલાડીને આ જ પ્રશ્ન પૂછ્યો અને મને આ જ જવાબ મળ્યો. હા, પણ હું કદાચ ઘણી મુસાફરી કરીશ.’

આ પણ વાંચો: પાકિસ્તાન સુપર લીગ કરતા ઘણી વધારે છે ભારતની મહિલા પ્રીમિયર લીગની પ્રાઈઝ મની, જાણો ચેમ્પિયનને કેટલા કરોડ મળશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 8:31 pm, Sat, 15 March 25