
વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આઈપીએલ 2025ની પ્રથમ ક્વોલિફાયર મેચનો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી એક જૂનિયર ખેલાડીનું જાહેરમાં અપમાન કરે છે.વિરાટ કોહલી આ ખેલાડીને લઈ કહી રહ્યો છે કે, આ તો પાણી પીવડાવવા વાળો છે. હવે સવાલ એ છે કે, જૂનિયર ખેલાડી કોણ છે. જેની કિંગ કોહલી મજાક ઉડાવી છે. તો આ ખેલાડી બીજું કોઈ નહી પરંતુ મુશીર ખાન છે.
20 વર્ષના મુશીર ખાન પંજાબ કિંગ્સનો ભાગ છે. તેમણે ક્વોલિફાયર-1 મેચમાં પોતાની આઈપીએલ ડેબ્યુ મેચ રમી છે. જ્યારે તે ઈમ્પેક્ટ ખેલાડી તરીકે મેચમાં બેટિંગ કરવા ઉતર્યો તો તેની પાસે ફીલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલી તેને પાણી પીવડાવવા વાળો કહ્યો હતો. આ ઘટના બાદ જૂનિયર ખેલાડી સાથે આવું વર્તન કરવા બદલ વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલકરવામાં આવી રહ્યો છે.
“Pani Pilata Hai…” Virat Kohli making fun of 20 year old #PunjabKings player #Musheerkhan
This looks really saddening when a 20 year old is on the field batting against #RCB and being a legend for many; you make fun of him by saying “ye pani pilata h “. #shamelessViratKohli pic.twitter.com/xJe5gwQsM9— Swastika Sruti (@SrutiSwastika) May 29, 2025
આ સમગ્ર ઘટના ત્યારની છે જ્યારે આઈપીએલ 2025ની ક્વોલિફાયર 1 મેચ રમાતી હતી. પંજાબની ઈનિગ્સની 9મી ઓવર ચાલી રહી હતી. તેના 6 બેટ્સમેન માત્ર 60 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન સ્ટ્રાઈક પર આવેલા મુશાર ખાન પર વિરાટ કોહલીએ મજાક ઉડાવી હતી.વીડિયો જોઈને એવું લાગે છે કે વિરાટ કોહલીએ ફક્ત મુશીરને જ કહ્યું ન હતું કે તે તેને પાણી આપવા જઈ રહ્યો છે. તેના બદલે, તેના વિશે આવું કહીને, વિરાટ તેના અન્ય RCB સાથી ખેલાડીઓને પણ કહી રહ્યો છે. તે સ્પષ્ટ છે કે 37 વર્ષીય વિરાટ કોહલી, જે આટલો મોટો છે,તેના જૂનિયર ખેલાડી સાથે આવું વર્તન કરી રહ્યો છે.