IND vs AUS: શું વિરાટ કોહલીનો ‘ક્લાસ’ હવે જોવા નહીં મળે? એડિલેડ મેચમાં ‘રિટાયરમેન્ટ’ને લગતો ઈશારો કર્યો, વીડિયો થયો વાયરલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સિરીઝની બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 264 રન બનાવ્યા હતા. જો કે, વિરાટ કોહલી ફરી એકવાર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

IND vs AUS: શું વિરાટ કોહલીનો ક્લાસ હવે જોવા નહીં મળે? એડિલેડ મેચમાં રિટાયરમેન્ટને લગતો ઈશારો કર્યો, વીડિયો થયો વાયરલ
Image Credit source: PTI
| Updated on: Oct 23, 2025 | 3:18 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સિરીઝની બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાઈ રહી છે. જો કે, આ મેચમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. આ અગાઉ પર્થમાં પણ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો.

હવે કોહલીના આવા પ્રદર્શનથી ફેન્સ ચિંતિત થયા છે, કારણ કે વિરાટ પેવેલિયન પરત ફરતી વખતે ચાહકોને ‘અલવિદા’નો ઈશારો આપી રહ્યો છે, જેના કારણે હવે અટકળો શરૂ થઈ રહી છે કે આ સિરીઝ તેની છેલ્લી હોઈ શકે છે અને તે ODI માંથી નિવૃત્તિ લેશે.

શું તે ODI માંથી નિવૃત્તિ લેશે?

વિરાટ કોહલીને ઇનિંગની સાતમી ઓવરના પાંચમા બોલ પર ઝેવિયર બાર્ટલેટની ઇન-સ્વિંગિંગ ડિલિવરી દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો હતો. એડિલેડમાં ડક પર આઉટ થયા પછી પેવેલિયન પરત ફરતા, તેણે ચાહકોનો આભાર માનવા અથવા ગુડબાય કહેવા માટે હાથ ઉંચો કર્યો હતો. જો કે, ચાહકો હવે ચિંતિત છે કે શું તે ODI માંથી પણ નિવૃત્તિ લેશે?

એડિલેડનું મેદાન વિરાટ કોહલી માટે ખાસ

નોંધનીય છે કે, ભારતના દાવ પછી આકાશ ચોપરા અને ઇરફાન પઠાણે પણ આ અંગે ચર્ચા કરી હતી. આકાશે કહ્યું કે, એડિલેડમાં આ તેની છેલ્લી મેચ હોઈ શકે છે. આ સાથે ઇરફાન પણ એવું જ માને છે. જણાવી દઈએ કે, એડિલેડનું મેદાન વિરાટ કોહલીને ઘર જેવું લાગે છે અને તે અહીં સારું પ્રદર્શન કરે છે.

મેચ રોમાંચક સ્થિતિમાં

ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા. ટીમ તરફથી રોહિત શર્માએ 73, શુભમન ગિલ 9, શ્રેયસ આયિક 61, અક્ષર પટેલ 44, કેએલ રાહુલ 11, વોશિંગ્ટન સુંદર 12, નીતિશ કુમાર રેડ્ડી 8, હર્ષિત રાણા 24 અણનમ, અર્શદીપ સિંહ 13 અને મોહમ્મદ સિરાજે 0 અણનમ રન બનાવ્યા. જો કે, રનચેઝ કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં 3 વિકેટ ગુમાવી ચુકી છે અને 110 રન કર્યા છે.

આ પણ વાંચો: BAN vs WI: ઇતિહાસના પન્ને લખાશે ‘વેસ્ટ ઈન્ડિઝ’નું નામ! ક્રિકેટ જગતમાં પહેલાં ક્યારેય ન જોયેલી સિદ્ધિ હાંસલ કરી, ભારતના નામે પણ આ રેકોર્ડ નથી

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Published On - 3:18 pm, Thu, 23 October 25