IPL 2022 : MI vs DC મેચ દરમ્યાન બેંગ્લોરના ખેલાડીઓની આવી હતી સ્થિતી, મુંબઈ જીતતા જ બદલાઇ ગયો માહોલ – Video

|

May 22, 2022 | 2:40 PM

IPL 2022 MI vs DC : મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે રાત્રે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. મુંબઈની આ જીત બેંગલોરને પ્લેઓફમાં લઈ ગઈ.

IPL 2022 : MI vs DC મેચ દરમ્યાન બેંગ્લોરના ખેલાડીઓની આવી હતી સ્થિતી, મુંબઈ જીતતા જ બદલાઇ ગયો માહોલ - Video
Virat Kohli

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં શનિવારે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. મુંબઈ (Mumbai Indians) ની આ જીત બેંગલોર (RCB) ને પ્લેઓફમાં લઈ ગઈ. તમને જણાવી દઈએ કે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચ દરમિયાન RCB ટીમના ખેલાડીઓ મુંબઈની જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આટલું જ નહીં જ્યારે મુંબઈ જીત્યું તો RCB ટીમના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી. હવે RCB એ પણ તેનો વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.

બેંગ્લોર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વિરાટ કોહલી, મેક્સવેલ અને ડુપ્લેસીસ જોરદાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં જ્યારે મુંબઈની ટીમને ટાર્ગેટનો પીછો કરતી વખતે રોહિત શર્માના રૂપમાં પહેલો ફટકો લાગ્યો ત્યારે કોહલી આશ્ચર્યચકિત થઈ ગયો અને એકદમ નિરાશ પણ જોવા મળ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડેવાલ્ડ બ્રેવિસના ચોગ્ગા છગ્ગાથી ઝુમી ઉઠ્યા હતા બેંગ્લોરના ખેલાડીઓ

તે જ સમયે જ્યારે ડેવાલ્ડ બ્રેવિસ બેટિંગ દરમિયાન ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે મેક્સવેલ પણ ‘બેબી એબી-બેબી એબી’ કહીને ખુશ જોવા મળ્યો હતો. આરસીબીના આ સેલિબ્રેશનને જોઈને ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ મુંબઈની મેચ જીતવા બદલ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમનો પણ આભાર માન્યો હતો.

 

એલિમિનેટર મેચમાં બેંગ્લોરનો સામનો લખનૌ ટીમ સામે થશે

હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામે ટકરાશે. આ મેચ 25 મેના રોજ કોલકાતાના ઈડન ગોર્ડન ખાતે રમાશે. IPL પોઈન્ટ ટેબલમાં બેંગ્લોર ચોથા નંબર પર છે. બેંગ્લોરની ટીમે 14માંથી 8 મેચ જીતી હતી અને 6 માં હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગ્લોરની ટીમના 16 પોઈન્ટ છે.

Next Article