વિરાટ કોહલીના મિત્રે 41 બોલમાં સદી ફટકારી રોહિત શર્માની ઈનિંગને ભુલાવી દીધી

|

Jan 19, 2024 | 1:16 PM

SA20 માં, પ્રિટોરિયા કેપિટલ્સના બેટ્સમેન વિલ જેક્સે 42 બોલમાં 101 રન ફટકારીને બોલરો પર તબાહી મચાવી હતી. વિલ જેક્સે તેની ઈનિંગમાં 17 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને તેના જ દમ પર પ્રિટોરિયાએ ડરબન સુપર જાયન્ટ્સને 17 રનથી હરાવ્યું. આ સાથે જ તેણે રોહિત શર્માની અફઘનિસ્તાન સામેની સદીને ઝાંખી પાડી દીધી હતી.

વિરાટ કોહલીના મિત્રે 41 બોલમાં સદી ફટકારી રોહિત શર્માની ઈનિંગને ભુલાવી દીધી
Rohit-Virat & Will Jacks

Follow us on

રોહિત શર્માએ તાજેતરમાં અફઘાનિસ્તાન સામે તોફાની સદી ફટકારીને ચર્ચામાં છે. તેની ઈનિંગ્સ એટલી શાનદાર હતી કે બધા જોતા જ રહી ગયા. પરંતુ હવે વિરાટ કોહલીના મિત્રએ તેના કરતા પણ વધુ ખતરનાક ઈનિંગ રમી છે. અમે વિલ જેક્સ વિશે વાત કરી રહ્યા છીએ જેણે પ્રિટોરિયા કેપિટલ્સ માટે તોફાની સદી ફટકારી અને પોતાની ટીમને ડરબન સુપર જાયન્ટ્સ સામે શાનદાર જીત અપાવી.

વિલ જેક્સ IPL 2024માં RCB તરફથી રમે છે

તમને જણાવી દઈએ કે વિલ જેક્સ IPL 2024માં RCB તરફથી રમે છે. વિલ જેકસે આઈપીએલ પહેલા આ ટુર્નામેન્ટમાં માત્ર 42 બોલમાં 101 રન બનાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વિલ જેક્સની વિસ્ફોટક બેટિંગ

સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કની પીચ બેટિંગ માટે સારી નહોતી પરંતુ વિલ જેક્સે શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ પોતાની આગવી શૈલીમાં ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. જેક્સના બેટમાંથી સતત છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થયો હતો. તેણે 9મી ઓવરમાં તેની અડધી સદી પૂરી કરી હતી અને પચાસ રન સુધીમાં તેણે 8 બાઉન્ડ્રી ફટકારી હતી. માત્ર 23 બોલમાં તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. જેક્સે તેની અડધી સદી બાદ તેની બેટિંગ વધુ તીવ્ર બનાવી અને માત્ર 41 બોલમાં 9 સિક્સરની મદદથી પોતાની સદી પૂરી કરી.

ડરબનની પહેલી હાર, પ્રિટોરિયાની પહેલી જીત

વિલ જેક્સના દમ પર પ્રિટોરિયાની ટીમ 204 રન સુધી પહોંચી અને જવાબમાં ડરબન 20 ઓવરમાં 187 રન જ બનાવી શકી. ડરબન પાસે ડી કોક, માયર્સ, હેનરિક ક્લાસેન, સ્ટોઈનીસ, જોન સ્મટ્સ જેવા વિસ્ફોટક બેટ્સમેન હતા પરંતુ તેઓ ટીમને લક્ષ્ય સુધી લઈ જઈ શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં ડરબનની આ પહેલી હાર છે, જ્યારે પ્રિટોરિયાએ 3 મેચમાં પ્રથમ જીત નોંધાવી છે. પ્રિટોરિયા આશા રાખશે કે વિલ જેક્સ તેનું ફોર્મ ચાલુ રાખશે અને પોઈન્ટ ટેબલમાં ટીમની સ્થિતિ સુધારશે. પાર્લ રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે.

આ પણ વાંચો : અન્ડર-19 વર્લ્ડ કપમાં આ પાંચ ભારતીય ખેલાડીઓ પર ખાસ નજર રહેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article