Video: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા, આશ્રમમાં સત્સંગમાં ભાગ લીધો

ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા અનેકવાર વૃંદાવનની મુલાકાત લે છે. ફરી એકવાર બંનેએ વૃંદાવનની મુલાકાત લીધી અને લોકપ્રિય સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તેમણે આશ્રમમાં સત્સંગમાં પણ ભાગ લીધો હતો.

Video: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા, આશ્રમમાં સત્સંગમાં ભાગ લીધો
Virat Kohli-Anushka Sharma
Image Credit source: X
| Updated on: Feb 17, 2026 | 3:53 PM

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્માએ ફરી એકવાર વૃંદાવનના લોકપ્રિય સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના મંદિરે દર્શન કર્યા છે. થોડા દિવસો પહેલા જ આ સ્ટાર કપલ મહારાજજીના આશીર્વાદ લેવા માટે વૃંદાવન ગયા હતા, અને હવે તેઓ ફરી એકવાર તેમના શરણમાં પાછા ફર્યા છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ભક્તોની ભીડ વચ્ચે બેઠા અને સત્સંગમાં ભાગ લીધો હતો.

વિરાટ-અનુષ્કાની વૃંદાવન મુલાકાત

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોહલી કેલી કુંજ આશ્રમમાં સફેદ રંગના કપડાં પહેરેલો દેખાય છે. તેની પાછળ પત્ની અનુષ્કા શર્મા સલવાર સૂટમાં જોવા મળી રહી છે. અનુષ્કા અને વિરાટ બંનેએ માસ્ક પહેર્યા હતા. આ વીડિયો વિરાટ કોહલીના ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સોમવારે રાત્રે પ્રેમાનંદજી મહારાજને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે વૃંદાવન પહોંચ્યા હતા. જોકે, મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ તેઓ પ્રેમાનંદ મહારાજને તેમના આશ્રમમાં મળ્યા ત્યારે તેમના વૃંદાવન આગમનના સમાચાર આવ્યા. તેઓએ લગભગ અડધા કલાક સુધી આધ્યાત્મિક ચર્ચામાં ભાગ લીધો અને પછી ચાલ્યા ગયા. તેમણે પોતાનો શેડ્યુલ ગુપ્ત રાખ્યો.

 

પહેલી મુલાકાત 3 વર્ષ પહેલા થઈ હતી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ધર્મ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા સાથેના તેમના ઊંડા જોડાણને કારણે સમાચારમાં છે. આ પહેલીવાર નથી જ્યારે તેઓ પ્રેમાનંદજી મહારાજની મુલાકાતે ગયા હોય. બંનેએ ઘણી વખત તેમના આશીર્વાદ લીધા છે.

 

ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ પણ લીધી હતી મુલાકાત

વિરાટ અને અનુષ્કા પહેલીવાર જાન્યુઆરી 2023 માં પ્રેમાનંદજી મહારાજના આશ્રમમાં ગયા હતા. આ મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને ત્યારબાદ મહારાજજી અચાનક ચર્ચામાં આવી ગયા હતા. મહારાજજી સાથે તેમની બીજી મુલાકાત વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના થોડા સમય પછી મે 2025 માં થઈ હતી. મહારાજજી સાથે તેમની ત્રીજી મુલાકાત ડિસેમ્બર 2025 માં થઈ હતી .

IND vs PAK T20 WC Breaking : T20 વર્લ્ડ કપમાં ફરી થશે ભારત-પાકિસ્તાનની ટક્કર ? જાણો શું છે સમીકરણ

Follow Us
Loading...
Unable to load recommendations.